વર્લ્ડ હેરિટેજ સપ્તાહ: તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ પ્રેક્ષકોને ડોલાવ્યા
જાણીતાં ભરતનાટ્યમ્ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા શરૂ કરાયેલ પહેલ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા શુક્રવારે વર્લ્ડ હેરિટેજ સપ્તાહના સમાપન પ્રસંગે અડાલજની વાવ ખાતે ભવ્ય વોટર ફેસ્ટીવલનું આયોજન કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશીએ અદ્દભૂત પર્ફોર્મન્સ આપ્યો હતો સાથે ડ્રમવાદક ડ્રમ્સ શિવમણી, સિતારવાદક રવિન્દ્ર ચેરી, કીબોર્ડ પ્લેયર સ્ટીફન ડેવસી, સેશન બાસ પ્લેયર અને કમ્પોઝર શેલ્ડન ડિસિલ્વા, પ્રસિધ્ધ ઢોલકવાદક નવિન શર્મા અને પર્ફોર્મન્સ ટ્રુપ મેઈટી પંગ ચોલોમ ડ્રમર્સે શ્રોતાઓને મંત્રમુગ્દ કર્યા હતા.
બિરવા કુરેશીએ આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા બદલ કલાકારો અને શ્રોતાઓનો હાર્દિક આભાર માન્યો હતો.
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા રાણકી વાવ પાટણ ખાતે તા.19 નવેમ્બરના રોજ વર્લ્ડ હેરિટેજ સપ્તાહના પ્રારંભ પ્રસંગે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.