સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 ડિસેમ્બર 2022 (14:20 IST)

ગુજરાતમાં કથિતપણે પુત્રીની કૉલેજ ફી બાબતે ‘ચિંતાતુર’ પિતાનો આપઘાત, ભાજપ-આપ વચ્ચે શાબ્દિક જંગ શરૂ

ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ગુજરાતના તાપી જિલ્લાની એક વ્યક્તિએ શનિવારે કથિતપણે પોતાની પુત્રીની કૉલેજની ભરવાની ‘ચિંતામાં’ આત્મહત્યા કરી લીધી હતી.
 
હવે આ મુદ્દાને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે.
 
ગોધા ગામે 46 વર્ષીય બકુલ પટેલે 15 ડિસેમ્બરે જંતુનાશક દવા પીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.
 
પોલીસના જણાવ્યાનુસાર પટેલે “પોતાની દીકરીની કૉલેજ ફી ભરવાની ચિંતામાં આ પગલું ઉઠાવ્યું હતું.”
 
આ મામલા અંગેના સમાચાર અહેવાલને ટાંકીને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનીષ સિસોદિયાએ આ ઘટનાની ટીકા કરી હતી.
 
તેમણે કહ્યું હતું કે, “21મી સદીમાં આવી ઘટના બને એ શરમજનક છે.”
 
તેના જવાબમાંભાજપના મહુવાના ધારાસભ્ય મોહન ધોડીયાએ કહ્યું હતું કે તેઓ મૃતકને સારી રીતે જાણતા હતા અને તેઓ ક્યારેય પોલીસે જણાવ્યું તેવા કારણે ‘ચિંતામાં’ દેખાયા નહોતા.