1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (18:20 IST)

ગુજરાતમાં બોર્ડ પરીક્ષામાં 959 વિદ્યાર્થીઓએ એક સરખા જવાબો લખ્યા

ગુજરાતમાં માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12ની બોર્ડ પરીક્ષામાં અત્યાર સુધીની સૌથી મોટી સામૂહિક ચોરીનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ધો.12ની બોર્ડ પરીક્ષામાં કોમર્સના 959 વિદ્યાર્થીઓએ એક સરખા જ જવાબ લખ્યા હોવાનુ અને ભૂલ પણ એક સરખી જ કરી હોવાનુ ધ્યાનમાં આવ્યા બાદ બોર્ડ સત્તાધીશો ચોંકી ઉઠ્યા છે. બોર્ડે તેમના પરિણામ પર રોક લગાવવાનુ નક્કી કર્યુ છે. જે વિષયોમાં સામૂહિક ચોરી કરાઈ છે તે વિષયમાં આ તમામ વિદ્યાર્થીઓના નાપાસ કરાયા છે. સામૂહિક ગેરરીતિના કિસ્સા અંગે મળેલી ફરિયાદો બાદ બોર્ડે તપાસ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ઉપરોક્ત વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરાઈ હતી. જેમાં એક સરખા જવાબો જોવા મળ્યા હતા. જે પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઈ છે તેમાં જુનાગઢ, ગીર અને સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ એકાઉન્ટિગ, ઈકોનોમિક્સ, અંગ્રેજી અને સ્ટેટેસ્ટિકનો સમાવેશ થાય છે. હવે બોર્ડ અધિકારીઓએ ગીર સોમનાથના અમરાપુર, જુનાગઢના વિસાનવેલ અને ગીર સોમનાથના પ્રાચી પિપળા સેન્ટરની માન્યતા રદ કરવાનુ પણ નક્કી કર્યુ છે. કેટલાક વિદ્યાર્થીઓએ કબૂલ્યુ હતુ કે, પરીક્ષા કેન્દ્રો પર શિક્ષકોએ જ અમને જવાબો લખાવ્યા હતા. આ સેન્ટર પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી ઘણા બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના છે. જેમણે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ થકી પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. તેમણે માત્ર બે સપ્તાહ માટે જ ક્લાસમાં હાજરી આપી હતી. આમ છતા તેમને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપવા દેવાઈ હતી.