શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (17:49 IST)

ગોદરેજે સલોન પ્રોફેશનલ માટે પ્રોડક્ટની સૌપ્રથમ રેન્જ ગોદરેજ પ્રોફેશનલ બ્રાન્ડ લોંચ કરી

અમદાવાદ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) ભારતીય ઉપભોક્તાઓને નવા શ્રેષ્ઠ હેર સોલ્યુશન પ્રદાન કરવાનાં ભાગરૂપે કંપનીએ ગોદરેજ પ્રોફેશનલ નામની નવી બ્રાન્ડ લોંચ કરી છે. આ બ્રાન્ડ અમદાવાદમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં લોંચ થઈ હતી. કાર્યક્રમમાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલનાં એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ કેતન ટકલ્કરે આ પ્રોફેશનલ હેર બ્રાન્ડ લોંચ કરી હતી,  

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલનાં એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ કેતન ટકલ્કરે આ બ્રાન્ડનાં લોંચિંગ પર કહ્યું હતું કે, “હેર કેટેગરીમાં અમારી કંપનીની વિવિધ બ્રાન્ડ અને ભારતીય ઉપભોક્તાઓનાં વિવિધ પ્રકારનાં વાળની જાણકારીને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ હેર સેગમેન્ટમાં પ્રવેશ કરવો કંપની માટે આગામી સ્વાભાવિક પગલું હતું. અમને ગોદરેજ પ્રોફેશનલ લોંચ કરવાનો ગર્વ છે, જે વૈજ્ઞાનિક ઢબે બનાવેલી કલર, કેર, ફિનિશ, બેકવોશ અને ટેકનિકલ પ્રોડક્ટની સંપૂર્ણ રેન્જ છે. આ સંપૂર્ણ રેન્જ ભારતીય ઉપભોક્તાઓનાં વિવિધ પ્રકારનાં વાળને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ લોંચ સાથે અમે વિસ્તૃત ઉદ્દેશને ધ્યાનમાં રાખ્યો છે, જે ‘સલોનિસ્ટ’ને ઉપયોગી પુરવાર થશે. ઉદ્યોગની અગ્રણી કંપનીઓ સાથે અમે સલોનિસ્ટની કુશળતા વધારવા એજ્યુકેશન એકેડમી શરૂ કરી છે, જે મોબાઇલ એપ મારફતે સલોનિસ્ટને 24x7 ઉપલબ્ધ થશે. આ ઉપરાંત એપમાં સલોનિસ્ટ માટે સૌપ્રથમ વાર ઇનબિલ્ટ સોશિયલ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું છે, જેનાં પર તેઓ તેમની કામગીરી વિશેની જાણકારીનું આદાનપ્રદાન કરી શકશે અને ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઉત્પાદનો, કુશળતાઓ અને કામગીરીની વહેંચણી માટેની તકો પૂરી પાડતી ગોદરેજ પ્રોફેશનલ બ્રાન્ડ સંપૂર્ણ સલોન વ્યવસાયને આગામી સ્તરે લઈ જશે.”