શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 જુલાઈ 2018 (17:08 IST)

કલા મહાકુંભનું ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

વય જુથનો વધારો કરી સિનીયર સિટીઝનનો સમાવેશ કરાયો

સમુહ લગ્નગીત, ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણ હથ્થો અને ભવાઈ સહિત વધુ સાત કુતિઓનો ઉમેરો કરાયો

જિલ્લાકક્ષાએ ૨૭ સ્પર્ધા યોજાશે

       ગાંધીનગર, ગુજરાત સરકાર દ્રારા રાજ્યભરમાં કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરાયું છે. શાળાના વિધાર્થીઓ અને કલાકારોને કલાક્ષેત્રે પોત્સાહન મળી રહે તે માટે સરકારે સતત બીજા વર્ષે કલા મહાકુંભનું આયોજન કરી રાજ્યભરમાં તેનું ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. તા. ૧૫ જૂલાઈ સુધીમાં કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને તા. ૧૬ જૂલાઈ થી કલા મહાકુંભનો પ્રારંભ થવાની સાથે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સંપન્ન થશે. આ કલા મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરો માટે પણ રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. 
    રમતગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્રારા ગત વર્ષે રાજ્યમાં પ્રથમવાર કલા મહાકુંભનું આયોજન કરાયુ હતું જેને રાજ્યભરમાંથી ખુબજ સારો કળ્યો હતો. કલા મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરો માટે ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. આ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૫ જૂલાઈ છે. આ સમય મયાર્દામાં રમતવીરોએ તેમનું વેબસાઈટ http://www.
kalamahakumbhgujarat.com રજીસ્ટ્રેશન કરાવી લેવુ આવશ્યક છે.
     તા. ૧૬ જૂલાઈ થી તા. ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન ૫૭ દિવસ સુધી કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં જિલ્લાની તાલુકા કક્ષાની સ્પર્ધા તા. ૧૬ થી ૨૨ જૂલાઈ ૭ દિવસ માટે, જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૧૭ જૂલાઈ થી તા. ૫ ઓગસ્ટ ૨૦ દિવસ, પ્રદેશ કક્ષાની સ્પર્ધા તા. ૮ થી ૧૯ ઓગસ્ટ ૧૨ દિવસ તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. ૪ થી ૯ સપ્ટેમ્બર ૭ દિવસ સુધી યોજાનાર છે.
     આ વર્ષથી કલા મહાકુંભમાં અન્ય નવી ૭ કૃતિઓનો ઉમેરો કરવામાં આવેલ છે. જેમાં સમુહ લગ્નગીત, ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયાપાવા, રાવણહથ્થો અને ભવાઈનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં સમુહ લગ્નગીત/ફટાણા તાલુકા કક્ષા અને મહાનગરપાલીકા કક્ષાએ, કુચિપુડી, સરોદ અને સારંગી જિલ્લા કક્ષાએ, ભવાઈ પ્રદેશ કક્ષાએ, તથા જોડીયાપાવા અને રાવણ હથ્થો રાજ્ય કક્ષાએ શરૂ કરવામાં આવશે.
    મહાકુંભની ગાયન સ્પર્ધામાં સુગમ સંગીત, ગીત, શાસ્ત્રીય કંઠ્યસંગીત, સમુહગીત, સમુહ લગ્નગીત, ફટાણા, નૃત્ય સ્પર્ધામાં ગરબા, ભરતનાટ્યમ, રાસ, કથ્થક, લોકનૃત્ય, સમુહનૃત્ય, ઓડીસી, મણિપુરી, કુચિપુડી, વાદન સ્પર્ધામાં વાંસળી, તબલા, હારમોનિયમ, ઓરગન, પખાવજ, સિતાર, ગીટાર, વાયોલીન, સ્કુલબેન્ડ, મૃદંગમ, સારંગી, સરોદ, જોડીયાપાવા સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. તેમજ જિલ્લાકક્ષાની ૨૭ સ્પર્ધાઓ યોજાશે. આ મહાકુંભમાં ૦ થી ૬૦ વર્ષથી ઉપરની વય મર્યાદા ધરાવતા લોકો ભાગ લઈ શકશે. જેમાં જુદી-જુદી કેટેગરી પ્રમાણે જુદી-જુદી રમતો અનુસાર અલગ-અલગ વય મર્યાદાને ધ્યાને લેવામાં આવશે. આ કલા મહાકુંભના દરેક વિભાગના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.