શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (18:21 IST)

પી.પી. પાંડેને પદ પરથી હટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતના નવા ડીજીપી કોણ ?

રાજ્યના ડીજીપી તરીકે પી.પી. પાંડેયને તત્કાળ પદ પરથી હટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે નવા ડીજીપી કોણ બનશે તેની અટકળો વધી ગઈ છે. ગુજરાત સરકાર પાસે આ પદ માટે હાલ કયા અધિકારી છે તેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. પાંડેયનો વિકલ્પ પુરો કરવા માટે ગુજરાત સરકાર પાસે હાલમાં ગીથા જોહરી અને પ્રમોદ કુમાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રમોદ કુમાર ઈન્ચાર્જ ડીજીપી તરીકે આ પદ પર રહી ચૂક્યાં છે. 

ગુજરાતમાં હવે વિધાનસભા કોઈપણ સમયે બરખાસ્ત થાય તેમ હોવાથી નવા પોલીસ વડાનું નામ પસંદ કરવામાં અનેક પ્રકારની વિચારણા સરકાર માટે જરૂરી બની ગઈ છે. સુત્રો દ્વારા જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીથા જોહરી પણ હાલ રાજ્યના વરિશ્ઠ અધિકારીઓમાં ગણાય છે.  1983ની બેંચના અધિકારી શિવાનંદ ઝાનું આ પદ માટેનું પ્રમોશન અટકીને પડ્યું છે. તો હવે કોણ બનશે નવા ડીજીપી એ તો આવનારો સમય જ બતાવશે.