શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (13:06 IST)

ભૂજમાં ઝૂંપડૂ તોડીને વિધવા મહિલાને ઘરવિહોણી કરી પાલિકાએ શૂરાતન બતાવ્યું!

આખા ભુજમાં મોટામાથાઓના દબાણો કે શહેરના વિકાસકામમાં વર્ષોથી નડતરરૃપ છે તેને દુર કરવા રસ ન લેતા જવાબદારો આજે શહેરના ભાવેશ્વરનગર નજીક આવેલા રાજેન્દ્રનગરમાં પુલ બનાવવા નડતરરૃપ મકાન હોવાનું કહીને વિાધવામહિલાને છત વગરની કરી નાખતા ભારે હંગામો થયો હતો. 
શહેરમાં ટ્રાફીક, રસ્તાને સાંકડો કરવા જવાબદાર દબાણો દુર કરવા પોલીસ પ્રોટેક્શન મળતું નાથી તેવા બહાના કરીને કામગીરી કરવા મુર્હુત ન કાઢતી સુાધરાઈને આજે ગરીબ મહિલાનું એક  મકાન દુર કરવા પોલીસ કાફલો મળી ગયો હતો. જે વધુ નવાઈની બાબત હતી. સવારાથી રાજેન્દ્રનગરમાં આવેલા એક કાચા મકાન અને એક વાડાની દિવાલની તોડફોડ કરાઈ હતી. આ કામગીરી કરવાનું કારણ સુાધરાઈના જવાબદારોએ  એવું જણાવ્યું હતું કે, વર્ષોથી પુલ બનાવવા આ બાંધકામ નડતરરૃપ હતુ તેાથી આજે આખરે તેનો નિકાલ કરાયો છે.
જો કે, બીજીતરફ સૃથાનિક લોકોએ હંગામો કરીને સુાધરાઈના શાસકોને સવાલ કર્યો હતો કે, શહેરમાં પુર માટે કારણભુત બનતા, ટ્રાફીક માટે કે અન્ય વિકાસ કામ માટે પણ હજારો દબાણ નડતરરૃપ છે ત્યારે તે કામગીરી હાથ પર લેવા શા માટે દબાણ દુર કરવા તસ્દી લેવાતી નાથી. લોકોએઆક્ષેપ કર્યો હતો કે, અહીંના મોટામાથાઓના ઈશારે તાથા સ્વહિત સંતોષવા પુલના બહાને નક્કી બાંધકામને લક્ષ્ય બનાવાયાછે.
જાગૃતોએ  જણાવ્યું હતું કે, બસ સ્ટેશન ,ન્યુ સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ,જ્યુબિલી સર્કલાથી માંડીને તમામ કોલોનીમાં વેપારીઓાથી માંડીને મોટા માથાઓ કરોડોની જમીન પચાવી બેઠા છે જેની સામે આટલા વર્ષોથી કામ કરવા પાલિકાને સુઝ્યું નાથી જે દર્શાવે છે કે, જવાબદારો માત્ર પોતાની મનમાનીપુર્વક જ કામ કરીને સામાન્ય લોકોને નિશાન બનાવે છે.