ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: કિવઃ , બુધવાર, 18 જાન્યુઆરી 2023 (14:56 IST)

યુક્રેનમાં હેલીકોપ્ટર થયુ ક્રેશ, દેશના ગૃહ મંત્રી અને બે બાળકો સહિત 16ના મોત

ukrain crash
યુક્રેનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના ગૃહમંત્રી અને બે બાળકો સહિત 16ના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર ક્રેશ યુક્રેનના બ્રોવરી શહેરમાં એક કિન્ડરગાર્ટન પાસે થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે.

 
યુક્રેનના પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોએ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ક્લેમેન્કોએ જણાવ્યું હતું કે કિવના પૂર્વ ઉપનગર બ્રોવરીમાં ક્રેશ થયેલા ઇમરજન્સી સર્વિસ હેલિકોપ્ટરમાં માર્યા ગયેલા નવ લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 બાળકો સહિત કુલ 22 લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલો મુજબ, હેલિકોપ્ટર, 'યુરોકોપ્ટર EC225 સુપર પુમા' ધુમ્મસભર્યા વાતાવરણમાં ઉડી રહ્યું હતું જેના કારણે અકસ્માત થયો હતો.
 
જો હજુ સુધી એ જાણ નથી થઈ શકી કે આ ક્રેશ એક દુર્ઘટના હતી કે રૂસ સાથે ચાલી રહેલ યુદ્ધ દરમિયાન કોઈ હુમલાનુ પરિણામ.