1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (14:41 IST)

Russia Ukraine War: યૂક્રેન પર રૂસી હુમલા વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી રજુ કરી કહ્યુ આજે કીવ છોડવુ જ પડશે

રૂસી હુમલાને કારણે યૂક્રેનની રાજધાની કીવમા સ્થિતિ બગડતી જઈ રહી છે.  આ દરમિયાન ત્યા ફસાયેલા ભારતીયોને ભારતીય દૂતાવાસ તરફથી સખત એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે બધા ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓ કીવને આજે જ છોડી દે. યૂક્રેનમાં હાજર ભારતીય દૂતાવાસ (Indian Embassy)ની તરફથી કહેવામાં આવ્યુ છે કે કીવમાંથી નીકળવા માટે ટેન કે જે પણ સાધન મળે તરત જ તેનો ઉપયોગ કરીને ત્યાથી નીકળી જાવ. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે રૂસ યૂક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. 
 
કેટલીક સેટેલાઈટ તસ્વીરો સામે આવી છે. જેમા જોવા મળી રહ્યુ છે કે યૂર્કેનના રસ્તાઓ પર 64 કિલોમીટર લાંબો રૂસી સૈનિકોનો કાફલો છે. રૂસી હુમલા પછીથી અત્યાર સુધી યૂક્રેન તરફથી મોકલવામાં આવેલો આ સૌથી લાંબો મિલિટ્રી કાફલો છે. જેમા અત્યાર સુધી મોકલાયેલા રૂસી કાફલાના સાઈઝ 3 મીલ સુધી રહ્યો હતો.  તેનાથી આ વાતની આશંકા વધી  ગઈ છે કે રૂસ મોટો  હુમલો કરી શકે છે. આ પહેલા કીવ પર થનારા મોટા હુમલાને નિષ્ફળ કરવામાં આવી ચુક્યો છે.  આવામાં હવે બની શકે છે કે રૂસી સેના મોટો હુમલો કરી દે. 
 
યૂક્રેન પર સૂસના હુમલા પછી યુદ્ધગ્રસ્ત દેશના હવાઈ મથક બંધ થવાને કારને ભારત ત્યા ફસાયેલા પોતાના નાગરિકોને રોમાનિયા, હંગરી, પોલેંડ અને સ્લોવાકિયાથી લાગેલ યૂક્રેનની સીમા ચોકીઓ દ્વારા ત્યાથી બહાર કાઢી રહ્યા છે. સોમવારે યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને રાજધાની કીવમાં રેલવે સ્ટેશન પહોંચવાની સલાહ આપી હતી. જેથી તેઓ યુદ્ધગ્રસ્ત દેશના પશ્ચિમી ભાગ સુધી આગળની યાત્રા કરી શકે. સોમવારે વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે યૂક્રેનમાં જમીની સ્થિતિ ખૂબ મુશ્કેલ અને જટિલ હોવા છતા તે યુદ્ધગ્રસ્ત દેશમાંથી પોતાના દરેક નાગરિકને સ્વદેશ પરત લાવશે. 
 
સૈન્ય અડ્ડા પર હુમલાથી 70થી વધુ યૂક્રેની સૈનિકોના મોત 
 
સૂસના સૈનિકોને યૂક્રેનના ખારકીવ અને કીવ વચ્ચે સુમી શહેરના ઓખતિરકામાં એક સૈન્ય મથક પર હુમલો કર્યો છે. જેમા 70થી વધુ યૂક્રેની સૈનિકોના મોત થયા છે.  સુમી શહેરના ગવર્નર દમિત્રો ઝિવિત્સ્કીએ ટેલીગ્રામ પર આ માહિતી આપી. યૂક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય લોકો હાજર હતા. જેમાથી મોટાભાગના ત્યા મેડિકલનો અભ્યાસ કરવા ગયા હતા. તેમાથી ચાર હજારથી વધુ લોકો પરત આવી ચુક્યા છે. બાકીઓને કાઢવામાં આવી રહ્યા છે. 
 
ઓપરેશન ગંગા સાથે જોડાશે ભારતીય વાયુ સેના 
 
મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે. ઓપરેશન ગંગાના હેઠળ ભારતીય નાગરિકોને કાઢવાનુ કામ વધુ ઝડપથી થશે. આ માટે પ્રધાનમંત્રી મોદીએ ભારતીય વાયુ સેનને પણ આ ઓપરેશન સાથે જોડાવવા માટે કહ્યુ છે. વાયુ સેનાના હવાઈ જહાજોને જોડવાથી ભારતીયોને પરત ફરવાની પ્રક્રિયા ગતિ પકડશે અને તેમની સંખ્યામાં પણ વૃદ્ધિ થશે.