સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (21:39 IST)

યુક્રેનમાં થશે તખ્તાપલટ ! યુક્રેની સેનાને બોલ્યા પુતિન, પોતાના હાથમાં લઈ લો દેશની સત્તા, સમજૂતી સુધી પહોંચવુ થશે સરળ

રૂસ(Russia) ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને (Vladimir Putin)યુક્રેનમાં તખ્તાપલટ કરવાના સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે પુતિને યુક્રેનની સેના (Ukrainian Military)ને પોતાના દેશની સત્તા પોતાના કબજામાં કરવાનુ કહ્યુ. પુતિનનુ આ નિવેદન ત્યારે સામે આવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા યુક્રેન પર હુમલો બોલ્યો છે અને હવે બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. રૂસી સેના (Russian Army)એ યુક્રેનની રાજધાની કીવની તરફ વધવુ શરૂ કરી દીધુ છે. આવામાં આ વાતનો ભય સતાવી રહ્યો છે કે ટૂંક સમયમા જ કીવ પર રૂસનો કબજો થઈ શકે છે. રૂસી સેનાએ કીવના બહાર એક યુક્રેની એયરપોર્ટ પર કબજો કરી લીધો છે. 
 
રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેનની સેનાને રાજધાની કિવમાં સરકારને હટાવવા માટે કહ્યું છે. શુક્રવારે રશિયાની સુરક્ષા પરિષદ સાથેની ટેલિવિઝન બેઠકમાં તેમણે કહ્યું, 'હું ફરી એકવાર યુક્રેનની સેનાના સૈન્ય કર્મચારીઓને અપીલ કરું છું. નવ-નાઝીઓ અને યુક્રેનિયન કટ્ટરપંથી રાષ્ટ્રવાદીઓને તેમના બાળકો, પત્નીઓ અને વડીલોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપશો નહીં.’ તેમણે કહ્યું, 'સત્તા તમારા પોતાના હાથમાં લો. આ પછી અમારા માટે સમજૂતી પર પહોંચવું સરળ થઈ જશે.'' સાથે જ પુતિને કહ્યું કે યુક્રેનમાં રશિયન સૈનિકો બહાદુરી અને વીરતાથી કામ કરી રહ્યા છે. તેમણે યુક્રેનના સત્તાવાળાઓને ડ્રગ ગેંગ ગણાવ્યા.
 
યુક્રેનમાં આર્મી ઓપરેશન બંધ નહીં થાયઃ પુતિન
વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન વિરુદ્ધ રશિયાનું ચાલુ ઓપરેશન ચાલુ રહેશે. તેણે રશિયન સેનાના વખાણ કરતા કહ્યું કે તમે જે કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. યુક્રેનમાં રશિયન સેનાનું ઓપરેશન અટકવાનું નામ નથી લઈ રહ્યું.  બીજી બાજુ  યુરોપિયન યુનિયનએ યુક્રેન પર હુમલાને લઈને રશિયા અને તેના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુરોપિયન યુનિયન પુતિન અને વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની સંપત્તિઓ ફ્રીઝ કરવાના નિર્ણય પર સહમત થવાની ખૂબ નજીક છે. લક્ઝમબર્ગના વિદેશ મંત્રી જીન એસેલબોર્ને કહ્યું કે અમે સંમત છીએ કે પુતિન અને લવરોવની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવી જોઈએ.
 
 
યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે રશિયા
બીજી તરફ, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યએ રાષ્ટ્રપતિ પુતિનના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપ્યા બાદ, પ્રતિકાર સમાપ્ત કરીને અને શસ્ત્રો નીચે મૂક્યા પછી મોસ્કો કોઈપણ ક્ષણે યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. રશિયન સમાચાર એજન્સી 'તાસ'ના જણાવ્યા અનુસાર, લેવરોવે ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર) ના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ પેરસાડા અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (એલપીઆર) ના વિદેશ પ્રધાન વ્લાદિસ્લાવ ડેનેગો સાથેની વાતચીત પછી આ ટિપ્પણી કરી હતી. રશિયન પ્રમુખ પુતિને 21 ફેબ્રુઆરીના રોજ ડીપીઆર અને એલપીઆરના નેતાઓ સાથે યુક્રેનના બે પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપતા સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.