સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (18:15 IST)

આ દીકરીએ યુક્રેન છોડવાની કેમ ના પાડી?

શા માટે નેહાએ યુક્રેન છોડવાની ના પાડી ?
રશિયા અને યૂક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન એક 17 વર્ષીય ભારતીય યુવતી માનવી મૂલ્યોના ઉદાહરણ રજૂ કર્યુ. તે યૂક્રેનથી ભારત પરત આવવાની ના પાડી રહી છે. નેહા નામની આ યુવતી કહે છે કે તે જે ઘરમાં રહે છે તેમનો માલિક યુદ્ધમાં ગયો છે અને તેમને તે તેમના બાળકોની સંભાળ રાખવા માટે કહીને ગયો છે. હરિયાણાની 17 વર્ષની નેહા સાંગવાનને તક મળે તો પણ તેણે યુદ્ધગ્રસ્ત દેશ છોડવાની ના પાડી દીધી
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેહા જે ઘરની પેઇંગ ગેસ્ટ તરીકે રહી રહી છે તેના માલિક સ્વેચ્છાએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના દેશની સેવા કરવા માટે યુક્રેનની સેનામાં જોડાયા છે. તેઓ પોતાની પાછળ ત્રણ નાના બાળકો અને પત્ની છોડી ગયા છે. આવી સ્થિતિમાં ભારતની નેહાએ તેની પત્નીને તેના બાળકોની દેખરેખમાં મદદ કરવા 
 
માટે યુક્રેનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે નેહા પાસે દેશ છોડવાની દરેક તક હતી.

યુક્રેનમાં આ દીકરી જે ભાડાના મકાનમાં રહે છે તેના મકાનમાલિક યુદ્ધમાં જોડાવા અને પોતાના દેશની રક્ષા માટે હથિયાર ઉઠાવવાનું નક્કી કર્યું છે, પરંતુ તેની પાછળ પત્ની ઉપરાંત ત્રણ બાળકોનો પરિવાર છે. હરિયાણાની આ યુવતીએ હવે મકાન માલિકની દેખરેખની જવાબદારી ઉપાડી લીધી છે. એવા સમયે જ્યારે સેંકડો હજારો લોકો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અન્ય દેશોમાં આશ્રય મેળવવા માટે બેતાબ છે, ત્યારે હરિયાણાના આ મેડિકલ સ્ટુડન્ટે લીધેલા નિર્ણયની સર્વત્ર ચર્ચા થઈ રહી છે.