શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (15:11 IST)

કળશની સ્થાપના- પૂજા-પાઠ કળશ સ્થાપનાનો મહત્વ શું

હિન્દુ શાસ્ત્રમાં નવરાત્રિ, દિવાળી, ગણેશ પૂજન કે કોઈ પણ શુભ કાર્ય જેમ કે ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, લગ્ન પૂજા, ધાર્મિક વિધિઓ વગેરેમાં કળશની સ્થાપના થાય છે. સૌથી પહેલા કળશ પૂજન કરાય છે. તમે જાણો છો શા માટે કળશની પૂજા પ્રથમ કરાય કારણ કે કળશ સ્થાપનાનો અર્થ છે તેમાં તમામ તીર્થ સ્થળ અને દેવી દેવતાઓ આવીને કળશમાં વિરાજે છે. માનવામાં આવે છે કે ત્રણેય દેવ (બ્રહ્મા વિષ્ણુ મહેશ) કળશમાં તેમની શક્તિ હોય છે. 
 
કળશથી ઉત્પન્ન થઈ માતા સીતા 
ત્રેતાયુગમાં  જ્યારે રાજા જનક ખેતર ખેડી રહ્યા હતા તેમાં હળથી ટકરાવીને તેમને એક કળશ મળ્યુ તે કલશમાં તેમને એક બાળકી મળી રાજાજી તે બાળકીનો નામ સીતા રાખ્યુ. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો. લક્ષ્મીના તમામ ચિત્રોમાં મુખ્યત્વે કળશનું ચિત્રણ દોરવામાં આવ્યું છે. આ કારણોસર પૂજામાં કળશની સ્થાપના કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે.
 
ત્રણેય દેવોની શક્તિ કળશમાં હોય છે
જ્યારે પૂજામાં કળશની સ્થાપના થાય છે, ત્યારે માનવામાં આવે છે કે ત્રિદેવ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. આ સાથે તમામ તીર્થસ્થાનો અને તમામ પવિત્ર નદીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બધાં શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું વિધાન છે. 
 
કેવી રીતે કળશ બનાવવામાં આવે છે
પૂજામાં સોના, ચાંદી, માટી અને તાંબાના કળશ રાખી શકાય છે. ધ્યાન રહે કે, પૂજામાં લોખંડનો કળશ રાખવો નહીં. લાલ કાપડ, નાળિયેર, આંબાના પાન અને લાલ દોરાની મદદથી કલશ તૈયાર કરવામાં આવે છે.
 
કળશ સ્થાપના સંબંધિત ખાસ વાતો
પૂજા કરતી વખતે જ્યાં કળશ સ્થાપિત થવાનો છે, ત્યાં હળદરથી અષ્ટદળ બનાવવામાં આવે છે. તેના પર ચોખા મૂકવામાં આવે છે. ચોખા ઉપર કળશ ​​મૂકવામાં આવે છે. પાણી, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઈલાયચી, પાન, સોપારી વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. આ પછી કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. આંબાના પાંદડાવાળું નારિયેળ કળશ પર મૂકવામાં આવે છે. કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ ઉપરમૂકતા હોય છે. ત્યારપછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે.
 
કેવી રીતે કરશો ઘટ સ્થાપના
સવારે સ્નાન કરો. લાલ વસ્ત્રો ધારણ કરો. ઘરના સ્વચ્છ સ્થાન પર માટીથી વેદી બનાવો. વેદીમાં જવ અને ઘઉ બંને બીજ આપો. એક માટી કે કોઈ ધાતુના કળશ પર રોલીથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવો. કલશ પર લાલ દોરો લપેટો. જમીન પર અષ્ટદળ કમળ બનાવો. તેના પર કળશ સ્થાપિત કરો.
 
કળશમાં ગંગાજળ, ચંદન, દૂર્વા, પંચામૃત, સોપારી, આખી હળદર, કુશા, રોલી, તલ, ચાંદી નાખો. કળશના મોઢા પર 5 કે 7 કેરીના પાન કે આસોપાલવના પાન મુકો. તેના પર ચોખા કે જવથી ભરેલુ કોઈ પાત્ર મુકી દો.
એક પાણી ભરેલા નારિયળ પર લાલ ચુંદડી કે વસ્ત્ર બાંધીને લાકડીના પાટલા કે માટીની વેદી પર સ્થાપિત કરી દો.
 
નારિયળને ઠીક દિશામાં મુકવો ખૂબ જરૂરી છે. તેનુ મોઢું સદા તમારી તરફ અર્થાત સાધક તરફ હોવુ જોઈએ. નારિયળનુ મુખ તેને કહે છે જે તરફ તે ડાળખી સાથે જોડાયેલુ હોય છે. પૂજા કરતી વખતે તમે તમારુ મોઢુ સૂર્યોદય તરફ મુકો. ત્યારબાદ ગણેશજીનુ પૂજન કરો.

અથવા આ રીતે પણ કળશ સ્થાપના કરી શકો છો
નવરાત્રના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ , કંઠમાં રૂદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્યમાં દેવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશના ચારે બાજુ ભીની માટી લગાવીને એમાં જવ વાવવા જોઈએ. જવ ચારે તરફ પાથરી દો જેથી કળશના નીચે ન દબાય એની ઉપર ફરી માટીની એક પરત પાથરો. હવે કળશના કંઠ પર લાલ દોરો બાંધી દો. પછી કળશમાં શુદ્ધ જળ, અથવા ગંગાજળ કંઠ સુધી ભરી દો. કળશમાં આખી સોપારી, દૂર્વા, ફૂલ નાખો.
 
હવે કળશમાં થોડુ અત્તર નાખો. કળશમાં પંચરત્ન નાખો. કળશમાં થોડા સિક્કા નાખી દો. કળશમાં અશોકના
કે કેરીના પાન મુકી દો. હવે કળશનું મુખ માટી/ સ્ટીલની વાટકીથી ઢાંકી દો અને આ વાટકીમાં ચોખા ભરી દો. અથવા પાન મુક્યા પછી તેના પર નારિયળ ગોઠવી દો.