શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : ગુરુવાર, 21 મે 2020 (21:11 IST)

શનિ જયંતી પર શનિ દેવને કેવી રીતે રીઝવશો?... આ રહ્યા ઉપાયો

ગ્રહપીડા નિવારણ હોય કે પછી ગ્રહોથી માંડી દેવોને રીઝવવા હોય, આ તમામ ઉપાયો લાલકિતાબમાં ઉપલબ્ધ છે. લાલકિતાબ માટે અનેક માન્યતાઓ છે જેમાં સૌથી પ્રબળ માન્યતા અનુસાર લાલકિતાબના લેખક તરીકે રાવણનું નામ મોખરે છે. રાવણને જ્યોતિષ અને તંત્રમાં ખૂબ જ વિદ્વાન ગણાવામાં આવે છે. એટલે રાવણ કે દશાનન વિચરીત લાલકિતાબ ખૂબ જ જાણીતી છે તો ચાલો લાલકિતાબ મુજબ શનિ મહારાજને રીઝવવાના ઉપાય જોઈએ.

- જન્મ કુંડળીનાં લગ્નમાં સ્થિત શનિ અશુભ ફળ આવે છે. આવા લોકોએ દૂધમાં સાકર ભેળવી વડના ઝાડનામ મૂળમાં આ દૂધનો અભિષેક કરી, તેની માટીથી કપાળે તિલક કરવું જોઈએ. કોઈ દિવસ જૂઠુ બોલવું જોઈએ નહીં.

 - શનિ બીજા સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો, દરરોજ પૂજા બાદ માથે દૂધ કે દહીંનું તિલક કરવું જોઈએ.

- શનિ ત્રીજા સ્થાનમાં હોય તો માંસ, મદિરાનો ત્યાગ કરવો હિતાવહ છે તથા કાળા કૂતરાને રોટલી ખવડાવી જોઈએ.

 - શનિ ચોથા સ્થાનમાં, અશુભ ફળ આપતો હોય તો, વહેતા પાણીમાં કોલસા પધરાવવા જોઈએ, લીલા રંગની વસ્તુઓ વાપરવી જોઈએ, તથા પક્ષીઓને ચણ નાંખવું જોઇએ.

- શનિ પાંચમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોત તો વ્યક્તિએ થોડું સોનું પણ પહેરવું જોઈએ તથા જમણાં હાથની મધ્ય આંગળીમાં લોખંડનો કરડો ધારણ કરવો જોઈએ તદઉપરાંત મંદિરમાં લીલા મગનું દાન કરવું જોઈએ.

 - શનિ છઠ્ઠા સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો, વ્યક્તિએ ચામડાંની તથા લોખંડનો કરડો ધારણ કરવો જોઈએ.

 - શનિ  સાતમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો વ્યક્તિએ મધ સૂમસામ જગ્યાઓ પર મુકી આવવું જોઈએ તથા સાથે-સાથે શિવજી પર મધથી અભિષેક કરવો જોઈએ.

 - શનિ આઠમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો વ્યક્તિએ હંમેશા ચાંદીનો ટૂકડો પોતાની પાસે રાખવો જોઈએ અથવા ચાંદીનો કરડો ડાબા હાથની મધ્ય આંગળીમાં પહેરવો જોઈએ.

- શનિ નવમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો, ઘરમાં પસ્તી, કચરા વિગેરેનો રોજે-રોજે નિકાલ કરવો જોઈએ પીપળાને પાણી નાંખવું જોઈએ તથા ગુરૂવારે ઉપવાસ કરવો જોઈએ.

 - શનિ દસમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો મંદિરમાં ચણાંની દાળ અને કેળાં ધરાવવા જોઈએ.

 - શનિ અગીયારમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો વ્યક્તિએ ઘરમાં ચાંદીનો ચોરસો રાખવો તથા કોઈ દિવસ દક્ષીણામુખી મકાનમાં રહેવું જોઈએ નહીં.

 - શનિ બારમાં સ્થાનમાં અશુભ ફળ આપતો હોય તો વ્યક્તિએ ભૈરવની પૂજા કરવી જોઈએ અને કોઈ દિવસ અસત્યનો પ્રયોગ કરવો નહીં.