પેપ્સિકોના શેર ગબડવાથી ઈન્દિરાની આલોચના

ન્યૂયોર્ક| વાર્તા|

પેપ્સિકોના શેરોમાં સમાચાર મુજબ સાત ટકાનો ઘટાડો અને કોકના શેરોમાં 28 ટકાના ઉછાળાથી કંપની પ્રમુખ ઈંદિરા નૂયીને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. શેરોમા આ ઉતાર-ચઢાવ ઈંદિરાના પદ સાચવ્યા બાદ આવ્યો છે.

ન્યૂયોર્ક પોસ્ટના એક શેરધારકના હવાલાથી કહ્યુ મને લાગે છે કે ઈંદિરાને એક સીઈઓના રૂપમાં સી પ્લસથી વધુ આપવુ મુશ્કેલ છે. એક અન્ય શેરહોલ્ડરે કહ્યુ કે 2006માં પદ સાચવ્યા મુજબ સીઈઓ બન્યા પછીથી ઈન્દિરા નૂયીનો સમય મુશ્કેલીભર્યો રહ્યો છે. છાપા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી રણનીતિઓમાં ફેરફાર થયો છે, જેનાથી લોકોનો ઉત્સાહ પેપ્સિકોના ઉત્પાદ પેપ્સી, ગૈટોરેડ અને ટ્રોપિકાનાની તરફ ઘટી રહ્યો છે.


આ પણ વાંચો :