જાણો શા માટે જરૂરી છે શ્રાદ્ધ કરવું ?

Last Updated: બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (09:52 IST)
વૈદિક કે પૌરાણિક રીતથી કરો પણ કરવું જરૂરી છે. કારણકે તમારા પૂર્વજ તમારી પાસે જ મુક્તિની આશા લગાવી બેસ્યા છે. એમના જીવંત રહેવા દરમિયાન તમે તેમને ક્યારેક નિરાશ કર્યા હોય, તો મૃત્યુ પછી તો એમની સેવા કરી જ શકો છો.  
શાસ્ત્રોનો નિર્દેશ છે કે માતા-પિતા વગેરેના નિમિત્ત એમના નામ અને ગોત્રનું ઉચ્ચારણ  કરી મંત્રો દ્બારા જે અનાજ વગેરે અર્પિત કરાય છે, એ એમને મળે છે. જો એમને  કર્મ મુજબ દેવ યોનિ મળે છે તો એ અમૃત રૂપથી એમને પ્રાપ્ત થાય છે. એમને  ગંધર્વ લોક મળતા ભોગ્ય રૂપમાં, પશુ યોનિમાં તૃણ રૂપમાં, સર્પ યોનિમાં વાયુ રૂપમાં, યક્ષ રૂપમાં પેય રૂપમાં, દાનવ યોનિમાં માંસના રૂપમાં, પ્રેત યોનિમાં રૂધિરમાં અને  માણસ યોનિમાં અન્ન રૂપમાં મળતી હોય છે.
 
જ્યારે પિતર આ સાંભળે છે કે શ્રાદ્ધકાળ શરૂ થઈ ગયો છે, તો તેઓ એક-બીજાનું  સ્મરણ કરતા મનોનય રૂપથી શ્રાદ્ધસ્થળ પર હાજર થઈ જાય છે અને બ્રાહ્નણો સાથે વાયુ રૂપમાં ભોજન કરે છે. એવુ પણ કહ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે પિતર એમના પુત્ર-પૌત્રના ત્યાં આવે છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 આ પણ વાંચો :