શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ

આ છે પ્રક્રિયા... 
 
શ્રાદ્ધ દરમિયાન તર્પણમાં દૂધ, તલ, કુશા, પુષ્પ, ગંધ મિશ્રિત જળથી પિતરોને તૃપ્ત કરવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન અને પિંડ દાનથી, પિતરોને ભોજન આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ વસ્ત્રદાનથી પિતરો સુધી વસ્ત્ર પહોંચાડવામાં આવે છે. શ્રાદ્ધનુ ફળ, દક્ષિણા આપવાથી જ મળે છે. 
ક્યારે કરશો શ્રાદ્ધ 
શ્રાદ્ધ માટે બપોરનો કુતુપ અને રોહિણ મુહૂર્ત શ્રેષ્ઠ છે. કુતુપ મુહૂર્ત બપોરે 11.36 વાગ્યાથી 12:24 વાગ્યા સુધી હોય છે. બીજી બાજુ રૌહિણ મુહૂર્ત બપોરે 12:24 વાગ્યાથી દિવસમાં 1:15 સુધી હોય છે. કુતપ કાળમાં કરવામા આવેલ દાનનુ અક્ષય ફળ મળે છે. 
 
પૂર્વજોને તર્પણ, દર પૂનમ અને અમાસના દિવસે કરો. 
શ્રાદ્ધના 15 દિવસોમાં જળથી કરો તર્પણ 
 
શ્રાદ્ધના 15 દિવસો સુધી ઓછામાં ઓછુ પાણીથી તર્પણ જરૂર કરવુ જોઈએ. જ્યોતિષ મુજબ ચંદ્રલોકની ઉપર અને સૂર્યલોકની પાસે પિતૃલોક હોવાથી ત્યા પાણીની કમી છે. જળથી તર્પણ કરવાથી પિતરોની તરસ છિપાતી રહે છે નહી તો પિતૃ તરસ્યા રહે છે. 
શ્રાદ્ધ માટે યોગ્ય કોણ 
પિતાનુ શ્રાદ્ધ પુત્ર કરે છે. પુત્ર ન હોય તો પત્નીએ શ્રાદ્ધ કરવુ જોઈએ. પત્ની ન હોય તો સગો ભાઈ શ્રાદ્ધ કરી શકે છે. એકથી વધુ પુત્ર હોય તો મોટા પુત્રએ શ્રાદ્ધ કરવુ જોઈએ. 
 
રાત્રે ન કરો શ્રાદ્ધ 
ક્યારેય પણ રાત્રે શ્રાદ્ધ ન કરશો. સાંજના સમયે પણ શ્રાદ્ધકર્મ કરવામાં આવતુ નથી. 
 
કેવુ હોય ભોજન 
શ્રાદ્ધના ભોજનમાં જવ, મટર અને સરસવનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. ભોજનમાં એ જ પકવાન બનાવો જે પિતરોને પસંદ છે. 
 
ગંગાજળ, દૂધ, મધ, કુશ અને તલ સૌથી વધુ જરૂરી છે. તલ વધુ હોવાથી તેનુ ફળ અક્ષય હોય છે. 
 
ક્યા કરશો શ્રાદ્ધ 
બીજાના ઘરે રહીને શ્રાદ્ધ ન કરશો. મજબૂરી હોય તો ભાડાના ઘરમાં શ્રાદ્ધ કરી શકો છો.