શીતળા સાતમના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ
શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.
અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.
સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે.
આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે
લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે.
ગરમ પાણીથી સ્નાન કરવો નહી
આખા દિવસમાં ગરમ કઈક ખાવુ નહી
માંસ -મદિરાનો સેવન કરવો નહી
ઝૂઠ બોલવાથી બચવો જોઈએ.
વડીલોનો અપમાન કરવો નહી.
અસહય પ્રાણીની મદદ કરવી
શીતળા સાતમે કેમ ઠંડુ ખાવામાં આવે છે ?
- આ સમય વાતાવરણ બદલવાનો સમયગાળો છે એટલે કે શ્રાવણમાં ઠંડકની વિદાયનો સમય અને ભાદરવાના તડકો શરૂ થવાનો સમય.
વાતાવરણમાં બદલાવ થાય એટલે ખાવા-પીવાની આદતો અંગે ખાસ કાળજી લેવામાં આવે છે.
- આ સમયગાળામાં જો જરૂરી સાવચેતી રાખવામાં આવે - તો અનેક પ્રકારના મોસમી રોગોથી રક્ષણ મળે છે.
- જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે.
- જે લોકો શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાય છે તેઓ સિઝનલ બીમારીઓથી સુરક્ષિત રહે છે.
- શિયાળા અને ઉનાળાની ઋતુમાં વર્ષમાં એકવાર ઠંડુ ખોરાક ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે.
- શરદીના કારણે ઘણા લોકોને તાવ, ફોલિયો થવી, આંખ આવવી વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના હોય છે, તેઓએ દર વર્ષે શીતળા
સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ.આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનું પાલન કરે છે. રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડુ ખાવામાં આવે છે આ દિવસે ગરમ ખોરાક ખાતા નથી.