1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2022 (16:04 IST)

Shravan mass 2022- શ્રાવણમાં જોવાય આ સપના તો સમજો થશે બેડો પાર, ભોળાનાથની કૃપાના છે ખાસ સંકેત

sawan month
Auspicious Dreams in shravan mass 2022: શ્રાવણ માસ શિવજીનો પ્રિય મહીનો છે. આ મહીનામાં જે કેટલાક ખાસ સંકેત મળે છે તે બતાવે છે કે વ્યક્તિ પર શિવજીની ખાસ કૃપા છે. આ સંકેત સપના દ્વારા પણ મળે છે. આજે કેટલાક એવા સપના વિશે જણાવી રહ્યા છે જેના શ્રાવણ માસમાં આવવુ ખૂબજ શુભ ગણાય છે. જો આ  સપના શ્રાવણ માસમાં આવે તો આ ઈશારો છે કે તમારા પર ભોળાનાથની કૃપા છે તમને અપાર સુખ-સમૃદ્ધિ, સફળતા મળવાની છે. 
7 Secrets of Trishul
સપનામાં ત્રિશૂળ જોવુ- જો શ્રાવણ મહીનામાં સપનામાં ત્રિશૂળ દેખાય તો આ સાફ સંકેત છે કે તમારા પર ભોળાનાથની ભારે કૃપા છે. શિવજી હમેશા ત્રિશૂળ ધારણ કરે છે. જો આ સપનુ આવે તો તમારી સાથે જલ્દી જ કઈક સારુ થશે. 
Shiv nandi
સપનામાં નંદી બળદ જોવુ- નંદી ભગવાન શિવની સવારી છે. જો શ્રાવણ માસમાં સપનામાં નંદી દેખાય તો આ જણાવે છે કે શિવની કૃપાથી તમારા દરેક કામમાં સફળતા મળશે.

સપનામાં નાગ જોવો- સપનમાં સાંપ દેખાય તો ખૂબજ શુભ થાય છે. જો શ્રાવણ માસ માં સપનામાં નાગ દેખાય તો આ શિવની ખાસ કૃપા થવાના સંકેત છે. આ મસમોટો ધન લાભ થવાના સંકેત છે. 
સપનામાં શિવજીને જોવા- શ્રાવણ મહીનામાં સપનામાં શિવજીના દર્શન થવા, વરદાન છે. માની લો કે તમારા સારા દિવસ શરૂ થઈ ગયા છે અને તમને કોઈ મોટી સફળતા જરૂર મળશે. 
Shiv Puja
સપનામાં દૂધ જોવુ- શ્રાવન મહીનામાં શિવલિગનો દૂધથી અભિષેક કરાય છે. શ્રાવણમાં સપનામાં દૂધ જોવુ ખૂબજ શુભ સંકેત છે. આવા સપના તમારા જીવનમાં ખુશીઓ આવવાનો ઈશારો આપે છે.