ઈશ્નરે જીતી મૈરાથન મેચ

લંડન | ભાષા| Last Modified શુક્રવાર, 25 જૂન 2010 (14:40 IST)

અમેરિકાના જૉન ઈશ્નરે વિંબલડન ગ્રાંડ સ્લેમ ટેનિસનો એતિહાસિક મુકાબલો આશરે 11 કલાકમાં જીતી લીધો છે. બે દિવસ સુધી ચાલેલા પુરૂષ એકલના આ મેચમાં ઈશ્નરે ફ્રાંસના નિકોલસ મહૂતને 6-4, 3-6, 6-7 (7-9), 7-6 (3-7), 70-68 થી પરાજિત કર્યા. ઈશ્નરે 11 કલાક અને 12 મિનિટ ચાલેલા આ મુકાબલામાં જીતના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો.

પહેલા આ મેચ બુધવારે રમાવાનો હતો પરંતુ ખરાબ રોશનીના કારણે પ્રથમ રાઉન્ડનો આ મેચ જ્યારે રોકવામાં આવ્યો તો પાંચમા અને નિર્ણાયક સેટમાં બન્ને ખેલાડી 59-59 ગેમ રમીને બરાબરી પર હતાં. આ મેચમાં સૌથી વધુ 183 ગેમ રમવાનો રેકોર્ડ પણ બન્યો, ગત રેકોર્ડ 122 ગેમનો હતો જે ડેવિસ કપમાં અમેરિકા અને ચિલી વચ્ચે 1973 માં રમવામાં આવેલા યુગલ મેચમાં બન્યો હતો.


આ પણ વાંચો :