1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: ઇન્દોર , બુધવાર, 4 માર્ચ 2009 (10:27 IST)

જમ્મુ, રાજસ્થાને ગોલ્ડ જીત્યો

જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના નિશાનબાજોએ વ્યક્તિગત સ્પર્ધામાં અચૂક નિશાન લગાવતાં 39મી આંતર પ્રાંત પ્લાટૂન વેપન્સ નિશાનેબાજી સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો.

સીમા સુરક્ષા બળના કેન્દ્રીય આયુધ્ધ અને યુધ્ધ વિદ્યાલય દ્વારા અહીં રેવતી રેન્જ પર આયોજિત આ સ્પર્ધામાં 200 યાર્ડ વર્ગમાં કાશ્મીરના જગદીશ ચન્દરે સુવર્ણ, નોર્થ બંગાળના શીષ્પા એ રજત અને ગુજરાતના અસમલખાને કાસ્ય પદક મેળવ્યો હતો. 1300 યાર્ડ વર્ગમાં કાશ્મીરના એસ કે રન્તુએ સુવર્ણ અને તેના સાથી પલાશ કુમાર રાયે રજત પદક જીત્યો હતો.