મેદાનમાં ભારત-પાક હોકી ખેલાડીઓ વચ્ચે મારામારી, મેચ ડ્રો
.
ઓસ્ટ્રેલિયાના બર્નાલ્ટનમાં ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ હોકીની મેચમાં બંને દેશના ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ ગઈ, જ એમા ભારતીય ખેલાડી ગુરબાજ સિંહને વધુ વાગવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ મારામારીમાં પાકિસ્તાનના સૈયદ ઈમરાન શાહ અને શફાકત રસૂલ પણ ઘાયલ થયા. ભારતીય લેફ્ટ બૈક ખેલાડી ગુરબાજ સિંહનો પેનલ્ટી કોર્નરની નિકટ પાકિસ્તાની ખેલાડીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો. વિવાદ એટલો વધી ગયો કે બંને દેશના ખેલાડી મેદાન પર જ પરસ્પર બાથે ભરાયા. ભારત અને પાકિસાન વચ્ચે થઈ રહેલ આ રોમાંચક મેચમાં ભારત એક ગોલથી આગળ હતુ પરંતુ મેચના અંતિમ મિનિટમાં પાકિસ્તાને ગોલ કરી સ્કોર બરાબર કરી દીધો. મેચ 3-3ના સ્કોર પર ડ્રો સાથે સમાપ્ત થઈ.