મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 1 ડિસેમ્બર 2009 (14:40 IST)

મોહન બાગાનને ફેડ કપમાં કઠીન ડ્રો

ગત ચેમ્પિયન મોહન બાગાનને 21 ડિસેમ્બરથી ગૌહાટી અને સિલચરમાં શરૂ થઈ રહેલી ફેડરેશન કપ ફુટબોલ ટૂર્નામેંટના અંતિમ રાઉન્ડમાં મહિંદ્રા યુનાઇટેડ સાથે ાખવામાં આવી છે. બન્ને ટીમ પોતાના અભિયાનની શરૂઆત ક્વાલીફાયર ટીમો વિરુદ્ધ કરશે.

આઈ લીગમાં ચોથા સ્થાન પર ચાલી રહેલા ચિરાગ યુનાઈટેડને પણ ગ્રુપ બી માં રાખવામાં આવ્યાં છે. દરેક ગ્રૃપની ટોચની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.

અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘે કાલે કોલકતામાં યોજાયેલી એક બેઠક બાદ કહ્યું કે, ટૂર્નામેન્ટ 20 ડિસેમ્બરથી શરૂ થશે પરંતુ મહાસંઘ દ્વારા આજે જારી ડ્રો માં કહેવામાં આવ્યું કે, પ્રથમ મેચ 21 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને સિલચરમાં રમવામાં આવશે.

ગ્રુપ ડી માં ગત ઉપવિજેતા ડેમ્પોનો સામનો 22 ડિસેમ્બરના રોજ પુણે એફસી સાથે થશે. જ્યારે આઈ લીગ ચૈમ્પિયન ચર્ચિલ બ્રધર્સની ટક્કર ગ્રુપ સી ના બીજા ક્વાલીફાયર સાથે થશે.