મંગળવાર, 8 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: કલકત્તા. , સોમવાર, 26 સપ્ટેમ્બર 2011 (15:46 IST)

વિશ્વકપ તીરંદાજીમાં દીપિકાને રજત મળ્યો

તુર્કીના ઈસ્તાંબુલમાં રવિવારે રમાયેલ વિશ્વકપ તીરંદાજીની ફાઈનલ હરીફાઈમાં ભારતની ટોચની મહિલા તીરંદાજ દીપિકા કુમારેને રજત પદકથી સંતુષ્ટ થવુ પડ્યુ. તે ચીનની ચેંગ મિગથી 5-6 થી હારી ગઈ.

માહિતી મુજબ પહેલા સેટ હાર્યા પછી 17 વર્ષીય દીપિકાએ ત્રીજ સેટના અંતમાં 4-2ની બઢત મેળવી. પરંતુ ચોથા સેટ ચેંગના નામ રહ્યુ. બંને ખેલાડીઓની વચ્ચે પાંચમાં સેટમાં હરીફાઈ 5-5ની બરાબરી પર છૂટી. ત્યારબાદ શૂટ ઓફમાં ચેંગ એ 9 અંક મેળવી લીધા જ્યારે કે દીપિકા આઠ અંક જ એકત્ર કરી શકી.