શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By નઇ દુનિયા|

વેટલે જીતી ઈંડિયન ગ્રાઁપ્રિ

N.D
સૌથી યુવા ડબલ વિશ્વ ચેમ્પિયન રેડબુલના સેબેસ્ટિયન વેટલે રવિવારે અહી પ્રથમ ઈંડિયન ગ્રાઁપ્રિ ફોર્મૂલા વન રેસ જીતી લીધી, જયારે કે બ્રિટનના જેસન બટન બીજા અને સ્પેનના ફર્નાડો અલોસો ત્રીજા નંબર પર રહ્યા. ચેમ્પિયનશીપમાં એકમાત્ર ભારતીય રેસર નારાયણ કાર્તિકેયન 17માં સ્થાન પર રહ્યા જ્યારે કે ચેમ્પિયનની એકમાત્ર ભારતીય ટીમ સહારા ફોર્સ ઈંડિયાના જર્મન રેસર એડ્રિયન સુતિલ 8માં સ્થાન પર અને બ્રિટિશ રેસસ પોલ ડી રેસ્ટા 13માં સ્થાન પર રહ્યા.

5.14 કિમી લાંબા બુદ્ધ ઈંટરનેશનલ સર્કિટના રેસિંગ ટ્રેક પર જર્મનીના વેટલ એ પોલ પોઝીશન દ્વારા શરૂઆત કરી સૌથી ઝડપી સમય કાઢ્યો. વેટલને આ વર્ષે 17 રેસોમાં 11મી જીત છે. તે ઈંડિયન પ્રી.પ્રિ શરૂ થતા પહેલ જ વિશ્વ ચેમ્પિયન બની ચૂક્યા હતા. હવે તેમણે ઓવરઓલ ચેમ્પિયનશીપમાં પોતાનો સ્કોર મજબૂત કરી લીધો છે. 60 લૈપની કુલ 308 કિમી લાંબી આ રેસ વેટલે એક કલાક 30 મિનિટ અને 35.002 સેકંડમાં પૂરી કરી. તેમણે એક મિનિટ 27.249 સેકંડના સૌથી ઝડપી લેપટાઈમ 60મી અને અંતિમ લૈપમાં કાઢ્યો.

વર્ષ 2008ના ચેમ્પિયન બ્રિટેનના લુઈસ હૈમિલ્ટન અને ફેરારીના બ્રાઝીલી ડ્રાઈવર ફિલિપ માસાની કાર પરસ્પર અથડાઈ ગઈ. આ બંને રેસરોની ટ્રેક પર આ છઠ્ઠી ટક્કર છે. આ કારણે બ્રાઝીલી રેસરને પેનલ્ટી પણ આપવામાં આવી અને થોડીવાર પછી કાર ક્ષતિગ્રસ્ત થતા રેસ વચ્ચે છોડીને હટી ગયા.