અમદાવાદમાં ગ્રાન્ડ ફિનાલે માટે એક સપ્તાહ લાંબી ઉજવણી શરૂ થશે, દર્શન રાવલ લાઇવ ઇન કોન્સર્ટ યોજાશે

pro kabbdi
Last Modified શનિવાર, 5 ઑક્ટોબર 2019 (18:40 IST)
વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન ૭ ખુબજ સ્પર્ધાત્મક સાબિત થઇ છે અને દરેક સપ્તાહે સ્ટેન્ડિંગ્સનું ટેબલ અલગ જોવા મળે છે. સ્પર્ધા કરતી ટીમના ચાહકોના ચહેરા ઉપર ઉત્સાહ અને નિરાશા બંન્ને ભાવ જોવા મળે છે કારણકે તેમની પસંદગીની ટીમનું ભવિષ્ય સતત બદલાતું રહે છે. વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન ૭માં દબંગ દિલ્હી કેસી છ ટીમના પ્લેઓફ માટે ક્વોલિફાઇ થનારી પ્રથમ ટીમ છે. તેમની સાથે ટૂંક સમયમાં બેંગાલ વોરિયર્સ અને હરિયાણા સ્ટિલર્સ પણ જોડાશે કે જેમણે પ્લેઓફમાં સ્થાન હાંસલ કરવા આકરી સ્પર્ધા આપી છે.
ચાહકોના અનુભવમાં સાચા અર્થમાં વધારો કરવાના પ્રયાસરૂપે વીવો પ્રો કબડ્ડી લીગે પોતાના પ્રકારનું પ્રથમ સ્પોટ્‌ર્સ અને એન્ટરટેઇનમેન્ટ ઉપલબ્ધ કરાવવા અમદાવાદમાં ૧૪થી ૧૯ ઓક્ટોબર દરમિયાન વીવો પ્રો કબડ્ડી પ્લેઓફ ફનફેસ્ટ લઇને આવી રહ્યું છે. આ ફનફેસ્ટના ભાગરૂપે ચાહકોને તેમની પસંદગીની પ્રો કબડ્ડી મર્ચન્ડાઇઝ ખરીદવાની તક મળશે તેમજ કબડ્ડી થીમ ધરાવતી ગેમ્સ ચેલેન્જ કરવાની, સ્વાદિષ્ટ ભોજનની મજા માણવાની તેજમ એવોર્ડ વિનિંગ બોલીવુડ કલાકારના લાઇવ કોન્સર્સમાં સામેલ થવાની અને સિઝન ૭ની સૌથી આકરી અને રસપ્રદ મેચ જોવાની તક મળી રહેશે.
ચાહકો ટ્રાન્સસ્ટેડિયામાં ઇકેએ અરેના ખાતે પ્લેઓફમાં ભાગ લઇ શકશે, જેમાં ૧૪મી ઓક્ટોબરના રોજ જાણીતા ગુજરાતી કલાકાર, ગાયક અને ગીતકાર દર્શન રાવલના પર્ફોર્મન્સની મજા માણી શકશે. આ ઉપરાંત ૧૬ ઓક્ટોબરના રોજ ભારતીય ગાયિકા કનિકા કપૂર પર્ફોર્મ કરશે. વીવો પ્રો કબડ્ડીની ફાઇનલના માત્ર બે દિવસ પહેલાં ૧૯ ઓક્ટોબરના રોજ બોલીવુડ બ્લોકબસ્ટર અને સંખ્યાબંધ એવોર્ડ વિજેતા ગીતકાર, સંગીતકાર, ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર અમિત ત્રિવેદી અદ્ભુત શોથી દર્શકોનો ઉત્સાહ વધારશે.
છ પ્લેઓફ ટીમમાંથી હજી ત્રણ ટીમ અંગે નિર્ણય થયો નથી ત્યારે આગામી બે સપ્તાહમાં ચાહકો તેમની પસંદગીની ટીમ અને સ્ટાર પ્લેયર્સને શુભેચ્છા પાઠવશે, જેથી તેઓ પ્લેઓફમાં સામેલ થઇ શકે. ટીમ અને તેના ખેલાડીઓ તેમના ચાહકોની ઉજવણી સુનિશ્ચિત કરવા કબડ્ડીની સૌથી સ્પર્ધાત્મક સિઝનના અંતિમ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે.


આ પણ વાંચો :