ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (16:39 IST)

ગુજરાતની પ્રથમ દિકરી ફિફા ફૂટબોલ ટીમમાં પસંદગી પામી, 12 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમવાની કરી શરૂઆત

FIFA football team
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં સાબર સપોર્ટસ સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્રારા શુભાંગી સિંગનું સન્માન કર્યું છે. આ ગુજરાતની પ્રથમ દિકરી છે જે ઇન્ટરનેશલમાં પસંદગી પામી છે. 
FIFA football team
શુભાંગી સિંગના પિતા સતીશસિંગ મૂળ યુપીના છે વર્ષોથી તાપી જિલ્લામાં સ્થાયી થયા છે અને પેપર મિલમાં કામ કરે છે. સામાન્ય વર્કરની દીકરી આજે આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન નિયુક્ત થઈ છે. જે આપણા વડાપ્રધાનની દિર્ગદ્રષ્ટી દ્રારા દરેક જિલ્લામાં સ્થાપવામાં આવેલા સ્પોર્ટ સંકુલને આભારી છે. 17 વર્ષીય શુભાંગી સિંગ જણાવે છે કે, તેઓ 12 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમનું સિલેક્શન થઈ સાબર સપોર્ટ સ્ટેડિયમ હિંમતનગર ખાતે તાલીમ અર્થે આવ્યા. હાલમાં તેઓ 12 કોમર્સ ઇંગ્લીશ મીડીયમમાં ફેઇથ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે સાથે ફૂટબોલની તૈયારીઓ કરી રહ્યા છે. 
 
વધુમાં તેમણે જણાવ્યું કે, અંડર ૧૭માં ખેલ મહાકુંભ, રિલાયન્સ નેશનલ, સુબ્રતો નેશનલ, હેરિટેજ નેશનલ કપ ખેલો ઇન્ડિયા, એસ. જી. એફ. આઈ. જેવી નેશનલ ગેમ્સમાં ફૂટબોલ રમતમાં સારું પ્રદર્શન કરી આગળ ઇન્ટરનેશનલ લેવલે રમતની શરૂઆત કરી હતી. રિલાયન્સ નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે ઇન્ટરનેશનલ ફૂટબોલ ટીમમાં તેમણે સાફ ફીફા વર્લ્ડ કપ ૨૦૨૦માં તેમનું સિલેક્શન થયું અને તેમણે અંડર ૧૮ અને અંડર ૨૦ સારું પ્રદર્શન કર્યું છે ઇન્ટરનેશનલ હેરિટેજ ગેમ્સમાં શુભાંગીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 
 
શુભાંગી વિશે સાબર સપોર્ટ સ્ટેડિયમના પ્રોજેક્ટ એક્સિક્યુટીવ ક્રિષ્ના બટ્ટ જણાવે છે કે, શુભાંગી સ્પોર્ટ્સની સાથે ભણવામાં પણ સારી છે ઇંગ્લીશ મીડીયમમાં અત્યાર સુધી તેમણે ફર્સ્ટ ક્લાસની એવરેજ જાળવી રાખી છે અને રમત પણ તેમની તેટલી જ શ્રેષ્ઠ છે. શુભાંગીનું ફ્યુચર બ્રાઇટ છે. કારણ કે સ્પોર્ટ્સની સાથે અભ્યાસમાં સારી છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી તે હંમેશા તૈયારીમાં જ રહે છે. હાલમાં 12 કોમર્સની તેણે એક્ઝામ આપી છે અને 30 તારીખથી તે પોતાના ફૂટબોલની તૈયારી કેમ્પમાં જોડાઇ જશે. 
 
શુભાંગી પોતાની તૈયારીઓ વિશે જણાવે છે કે, અહીં હિંમતનગર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે તેમના કોચ મોસીન મલિક અને તરુણ રોય દ્વારા ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી છે દરરોજ ચાર કલાક સતત તાલીમ, ફિઝિયો એક્સરસાઇઝ, ખોરાક, આરોગ્ય દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ તમામ સગવડો નિશુલ્કમાં મળી રહી છે તેથી ખેલાડી તરીકે મારી પણ પોતાની જવાબદારી છે કે હું દેશ માટે અહીં ઇન્સ્ટિટયૂટ માટે સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી સૌને ગૌરવાંવીત કરી શકું.