મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2017 (09:23 IST)

એશિયાકપ હોકી - પાકિસ્તાનને 3-1 થી હરાવીને ભારતે નોંધાવી સતત ત્રીજી જીત

દિવાળીનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહેલ ભારતીયોને ચાર દિવસ પહેલા જ ખિતાબની દાવેદાર માનવામાં આવનારી ભારતીય હોકી ટીમે શાનદાર જીતની ભેટ આપી.  એશિયાકપ હોકીમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે.  આ મેચમાં ભારતે 14 વર્ષ પછી એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યુ. ભારતે મુકાલબ્લો 3-1થી જીત્યો. 
 
ભારત રવિવારના મુકાબલા પહેલાં પાકિસ્તાનને સતત પાંચ મેચમાં હરાવી ચૂક્યું હતું અને તેની શરૂઆત ગયા વર્ષના સુલતાન અઝલન શાહ કપમાં થઇ હતી. ભારતે મુકાબલો 5-1થી જીત્યો હતો. ત્યારબાદ ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને બે વખત 3-2ના સમાન અંતરથી હરાવ્યું હતું. લંડન ખાતે રમાયેલી વર્લ્ડ હોકી લીગની સેમિફાઇનલમાં પાકિસ્તાનને પ્રથમ મેચમાં 7-1થી તથા બીજા મેચમાં 6-2થી પરાજય આપ્યો હતો.