શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 જૂન 2017 (12:13 IST)

VIjay mallya પણ પહોંચ્યા ભારત-પાકિસ્તાનની મેચ જોવા

બર્મિઘમ-  રવિવારના રોજ ઇંગ્લેન્ડમાં રમાયેલ  ચેમ્પિયન ટ્રોફીની ગ્રુપ-બીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાન ટીમો બર્મિંઘમના અજબેસ્ટનમાં મેચ રમાય રહી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો મેચ જોવા આમ તો અનેક લોકો આવ્યા હતા પરંતુ એક વ્યક્તિ એવી પણ હતી જે ત્યાં હાજર રહેતા ભારતી એજન્સીઓ માટે મોઢું ચડાવવા જેવું હતું. આ વ્યક્તિ કોઈ નહીં પરંતુ કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વોન્ટેડ ભારતીય બિઝનેસમેન અને યૂબી ગ્રુપના પૂર્વ ચેરમેન વિજય માલ્યા હતા.
 
વિજય માલ્યા અજબેસ્ટન સ્ટેડિયમમાં દર્શકોના સ્ટેન્ડમાં બેઠેલા જોવા મળ્યા. તેઓ આ મેચ જોવા માટે અહીં પહોંચ્યા હતા. સ્ટેન્ડમાં બેઠેલ વિજય માલ્યાની આ તસવીર સોશ્યલ વેબસાઇટ ટ્વિટર પર ખૂબ વાયરલ થઇ રહી છે. આમેય માલ્યાનો ક્રિકેટ પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
ટીમના તેઓ માલિક છે અને તે પહેલાં પણ તેઓ ક્રિકેટની મજા માણતા જોવા મળ્યા છે.
 
વિજય માલ્યા અને સુનીલ ગ્વાસ્કરનો સાથે વાતચીત કરી રહ્યા છે અને આ ફોટો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જો કે હાલ એ સ્પષ્ટતા નથી થઇ કે શું વિજાય માલ્યા અને સુનીલ ગ્વાસ્કરનો આ ફોટો આજના દિવસનો છે કે પછી કોઇ જૂનો ફોટો છે, પરંતુ સોશ્યલ મીડિયા પર કહેવાય છેકે વિજય માલ્યા અને ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગ્વાસ્કરની આ તસવીર આજની મેચની છે.
 
ઉલ્લેખનીય છે કે માલ્યા 9000 કરોડ રૂપિયાની લોન લઇને ફરાર થઇ ગયા છે. ઇડી માલ્યાની ધરપકડ માટે પ્રયાસો કરી રહી છે. આ મામલે ઇડીએ પોતાની ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેને ટૂંક સમયમાં લંડનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે.