National Games 2023માં છઠ્ઠા દિવસે જ્યોતિ યારાજીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, સ્વિમિંગમાં બતાવ્યો દમ
Jyoti Yaraji
હાલ ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં છઠ્ઠા દિવસે એથ્લેટિક્સમાં ઘણી વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી, આ ઉપરાંત, સ્વિમિંગમાં પણ ઘણા નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા ફેંસ જોવા મળ્યા હતા. આંધ્રપ્રદેશથી આવેલી ભારતીય મહિલા દોડવીર જ્યોતિ યારાજીએ રેકોર્ડ સમયમાં 100 મીટર હર્ડલ રેસ પૂર્ણ કરી, પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો.
જ્યોતિએ આ રેસ માત્ર 13.22 સેકન્ડમાં પૂરી કરી અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. ઉલ્લેખનીય છે કે જ્યોતિએ એશિયન ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે હાલમાં શાનદાર ફોર્મમાં છે.
GOLD FOR JYOTHI YARRAJI #NationalGamesGoa2023pic.twitter.com/uOVO1oVwHN
— The Khel India (@TheKhelIndia) October 30, 2023
