Last Modified: લિનારેસ. , સોમવાર, 2 માર્ચ 2009 (15:13 IST)
આનંદ સંયુક્ત રૂપે ચોથા ક્રમે
વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ મેજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના આઠમાં દૌરમાં તૈમૂર રાદજાબોવથી બાજી ડ્રો રમીને સંયુક્ત રૂપે ચોથા સ્થાન પર છે.
આનંદ 4 અંકો સાથે નાર્વેના ગ્રેંડમાસ્ટર મૈગ્નસ કાર્લસન સાથે સંયુક્ત રૂપે ચોથા સ્થાન પર છે.આ બાજીમાં જીત મેળવવા માટે આનંદ પાસે સોનેરી તક હતી. પરંતુ રાદજાબોવે તેમને ખરો પડકાર આપતા બાજી ડ્રોમાં લઈ ગયા હતાં.
રૂસના એલેક્જેંડર ગ્રીશ્વુક 5.5 અંકો સાથે શ્રેષ્ઠ પર યથાવત છે. તેમણે કુબાન લેનિયર ડોમિનગુજની સાથે અંકો વહેચી લીધા. જ્યારે યૂક્રેનના વેસ્લી ઈવાનચુકે પણ ચીનના વાંગ યેઈ સાથે ડ્રો રમી હતી.