1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: ઇન્દોર , શુક્રવાર, 6 માર્ચ 2009 (11:07 IST)

ઇન્દોરમાં રમાશે ટીટી ટુર્નામેન્ટ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગામી 12મીથી 15 માર્ચ સુધી આયોજિત ઇન્ડિયન ઓપન આઇટીટીએફ વર્લ્ડ પ્રો ટૂર આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિશ પ્રતિયોગિયામાં ભાગ લેવા માટે આવી રહેલા ભારતીય ટેબલ ટેનિશ ખેલાડીઓ 9મી માર્ચથી ઇન્દોરમાં અભ્યાસ કરશે.

આયોજન સમિતિના મીડિયા પ્રભારી અશોક ભોપાલકરે આજે કહ્યું કે સ્પર્ધામાં ભારતના કોમનવેલ્થ અને રાષ્ટ્રીય ચેમ્પિયન અંચલ શરત કામલ તથા અર્જુન અવાર્ડી સુભજીત સિંહ સાહા ઓલંપિયન નેહા અગ્રવાલ રાષ્ટ્રીય ચેમ્પિયન કે શામાની પુલૌમી ઘટક મૌમા દાસ સહિત અન્ય ખેલાડીઓ સ્થાનીય અભય પ્રશાલમાં અભ્યાસ કરશે.