Last Modified: નવી દિલ્હી , બુધવાર, 4 માર્ચ 2009 (11:07 IST)
કોમનવેલ્થના પ્રસારણ હક વેચાશે
સારી ક્વોલીટી માટે આઉટસોર્સ કરાશે
વર્ષ 2010માં દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના વધુ પ્રસાર અને સારા રિઝલ્ટ માટે તેનું આઉટ સોર્સ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રસારભારતીએ જણાવ્યું છે.
પ્રસારભારતીએ આ અંગેના ઇચ્છુકો પાસેથી અરજીઓ પણ મંગાવી છે. પ્રસાર ભારતીના પ્રમુખ બી એસ લાલીએ કહ્યું કે કોમનવેલ્થ ગેસ્મના પ્રસારણ માટે આઉટસોર્સ કરવાનો નિર્ણય રમતોના કવરેજની ઉત્તમ ક્વોલીટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સુચના અને પ્રસારણ મંત્રાલય સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.