ચર્ચિલે મોહનબગાનને હરાવ્યું
ખિતાબના પ્રબળ દાવેદાર ચર્ચિલ બ્રધર્સે આઇ લીગ ફુટબોલ ટુર્નામેન્ટની એક મેચમાં મોહન બગાનને 3.1થી હાર આપી હતી. ચર્ચિલે મેચની શરૂઆતથી જ આક્રમકતા અપનાવી હતી અને ચોથી મિનિટમાં જ તે ગોલની નજીક પહોંચી ગયા હતા. પરંતુ વિપક્ષી ગોલકિપર સંગ્રામ મુખરજીને અદાફે ઓકેલીએ કીક કરેલા બોલને પકડી લીધો હતો.જોકે પહેલા બગાનને 28મી મિનિટમાં ગોલ કરી કરવામાં સફળતા મળી હતી અને જોસ રેમીરેજ બરાટેએ એક શાનદાર ગોલ કરી ટીમને 1-0થી બઢત અપાવી હતી. એક ગોલથી પાછળ રહેતાં ચર્ચિલે તાબડતોબ હલ્લાબોલ શરૂ કરી દીધું હતું. છેવટે પહેલા હાફમાં ઓડેફને ગોલ કરી ટીમને 1-1થી બરાબરી અપાવી હતી.બીજા હાફમાં પણ ચર્ચિલે પોતાના હુમલા જારી રાખ્યા હતા અને 58મી મિનિટમાં ઓગ્બા કાલૂએ વિપક્ષી રક્ષાપંક્તિને ક્રોસ કરી બહેતરીન ગોલ કરી ટીમને 2-1થી બઢત અપાવી હતી.