Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 5 માર્ચ 2009 (10:02 IST)
પ્રકાશ ઈટાલીયન ઓપનની બહાર
પ્રકાશ અમૃતરાજ ઈટાલીમાં ચાલી રહેલી 106500 યુરોનું ઈનામ ધરાવતી એટીપી ચેલેન્જર ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જર્મનીનાં બેનેડીક્ટ ડોર્શની સામે 6-7, 3-6થી હારી ગયા હતા.
હવે પ્રકાશનો મુકાબલો ડબલ્સ વર્ગમાં અમેરિકાનાં બ્રેંડન ઈવાંસ સામે થશે. પ્રથમ રાઉન્ડમાં સ્વીત્ઝરલેન્ડનાં જોહાન બ્રનસ્ટ્રોમ અને હોલેન્ડનાં જીન જુલિયન રોઝર સામે થશે.