Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 માર્ચ 2009 (12:51 IST)
રિબા એફઆઈએચના નવા કોષાધ્યક્ષ
જાણીતા રમત પ્રશાસક ફર્નાંડો રિબાને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એફઆઈએચના નવા કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. આ નિર્ણય સ્વિટ્ઝરલેંડના લૂસાનેમાં કાર્યકારી બોર્ડની બેઠકમાં કરવામાં આવ્યો હતો.
એફસી બાર્સિલોનાના મહાસચિવ સહિત ઘણા પ્રતિષ્ઠિત પદો પર રહી ચૂકેલા 66 વર્ષીય રિબા સ્વિટ્ઝર્લેડના જીન પિયરે સ્ટ્રેબલનું સ્થાન ગ્રહણ કરશે.