શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2019 (11:07 IST)

જાણો કરિશ્મા વિશે 25 ખાસ વાતોં

- કરિશ્મા કપૂર હિન્દી ફિલ્મોમાં પેઢી દર પેઢી કામ કરી ચુકેલ કપૂર ખાનદાનની છે. કરિશ્માના અનેક દોસ્ત તેમને પ્રેમથી લોકો પણ કહે છે. 
 
કરીશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974માં થયો હતો. તેમના પિતાનુ નામ રણધીર કપૂર અને મા નુ નામ બબિતા છે. આ બંને પોતાના સમયના જાણીતા અભિનેતા/અભિનેત્રી રહી ચુક્યા છે. તેમની બહેનનુ નામ કરીના કપૂર છે જે હિન્દી ફિલ્મોમાં જાણીતુ નામ છે. 
 
- કરીશ્માએ જમનાબાઈ નર્સી સ્કૂલ મુંબઈ અને વેલહમ ગર્લ્સ સ્કૂલ દેહરાદૂનથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે મીઠીબાઈ કોલેજ વિલેપાર્લે મુંબઈથી કોમર્સનો બે વર્ષનો અભ્યાસ કર્યો. 
 
- કરિશ્મા કપૂરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફિલ્મ પ્રેમ કેદીથી કરી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. 
 
- વર્ષ 1992માં આવી જિગર જેના દ્વારા તેમને ખૂબ પ્રશંસા મળી. તેણે પોતાના કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી. સલમાન ખાન,  અજય દેવગન,  આમિર ખાન, જેવા સુપરસ્ટાર્સ સાથે તેની હિટ ફિલ્મો રહી પણ દર્શકોએ તેની ગોવિંદા સાથે આવેલ દરેક ફિલ્મને બેસ્ટ માની અને દર્શકોએ આ જોડીને પસંદ પણ ખૂબ કરી. 
- એક જમાનો એવો પણ હતો કે જ્યારે કરિશ્મા-ગોવિંદાની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા. બંનેએ મળીને દસ ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લીવાર આ જોડી 
 
'શિકારી'(1999)માં એક સાથે જોવા મળી હતી.
 
- જેમ જેમ કરિશ્મા હિટ થતી ગઈ તેમ તેમ અનેક સ્ટાર્સનુ દિલ તેના પર આવ્યુ. પણ તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે કરવામાં આવી પણ એ લગ્ન ન થઈ 
 
શક્યા અને ત્યારબાદથી બચ્ચન અને કપૂર પરિવાર વચ્ચે દરાર પડી ગઈ. 
 
- વર્ષ 2003માં કરિશ્મા કપૂરના લગ્ન વ્યવસાયી સંજય કપૂર સાથે થયા હતા. જોકે લગ્ન થોડા દિવસ પછી જ બંનેના જુદા થવાના સમાચાર આવવા લાગ્યા પણ 
 
તાજેતરમાં બંનેના ડાયવોર્સ થઈ ચુક્યા છે.  તેમનો એક પુત્ર અને એક પુત્રી છે.  હવે જાણો તેમના જીવનની કેટલીક દિલચસ્પ વાતો જે તમે નથી જાણતા. 
 
- સન 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી કરિશ્માએ ફિલ્મોમાં કામ કરવુ બંધ કરે દીધુ હતુ.
 
- વર્ષ 2016માં કરિશ્માએ સંજય કપૂરથી છૂટાછેડા લઈ લીધા હતા. 
 
- હવે કરિશ્મા એકલા જ પોતાના  બે બાળકો છે દીકરી સમાયરા અને દીકરો કિયાનની દેખરેખ રાખી રહી છે. 
 
- કરિશ્મા પણ એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે દિલ કોઈ બીજાને આપ્યુ અને સગાઈ કોઈ બીજા સાથે કરી અને લગ્ન કોઈ ત્રીજા સાથે કર્યુ. જી હા કરિશ્મા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનો પ્રથમ પ્રેમ અજય દેવગન હતા જે હવે કાજોલના પતિ છે. 
 
- ફિલ્મ જિગરમાં પહેલીવાર એકસાથે કામ કરનારા અજય અને કરિશ્માએ પોતાની જોડીથી બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી. દર્શકોને ફિલ્મ એટલી પસંદ આવી કે અજય-કરિશ્માએ એક સાથે થોડી બીજી ફિલ્મો પણ કરી એ બધી હિટ રહી.  એક મેગેઝીનમાં બંનેના અફેયર્સની વાતો થઈ. કહેવાય છેકે અજય કરિશ્મા 
પહેલા રવિનાને પ્રેમ કરતા હતા. પણ પછી તેઓ રવિનાને છોડીને કરિશ્મા સાથે સપના જોવા માંડ્યા. 
 
- બોલીવુડ એક્ટર અજ્ય દેવગને કાજોલ સાથે લગ્ન કરતા કરિશ્માને ખૂબ મોટો ઝટકો લાગ્યો.  ત્યારબાદ તેણે ખુદને સાચવતા ફિલ્મોમાં ફરીથી કમબેક કર્યુ અને અક્ષય કુમાર સાથે કરિશ્મા કપૂરનું 90ના દસકામાં ખૂબ અફેયર ચાલ્યુ પણ તેમને ક્યારેય પણ આ વિશે સાર્વજનિક વાત ન કરી અને આ લવ સ્ટોરી પણ ક્યારેય 
 
કોઈની સામે ન આવી. 
 
-કરિશ્માએ પોતાની પાવરફુલ ફેમિલીનો ખૂબ લાભ ઉઠાવ્યો. એવુ અમે નહી પણ સમાચાર કહી રહ્યા છે. જે સમયે અજય-રવિનાની બ્રેકઅપ ચર્ચામાં આવી તો 
 
ગુસ્સામાં આવીને રવિનાએ કહ્યુ અજય અને કરિશ્માના બાળકો કોઈ ઝેબ્રા જેવા જ દેખાશે.  જેનાથી નારાજ થઈને કરિશ્માએ રવિનાને અનેક ફિલ્મોમાં બહારનો રસ્તો 
 
બતાવ્યો. 
- કરિશ્મા કપૂર પર આરોપ છે કે તેણે કરોડપતિ સાથે લગ્ન કરવા માટે સંજય કપૂરનુ લગ્નજીવન તોડ્યુ.  ઉલ્લેખનીય છે કે સંજયની પ્રથમ પત્નીએ આરોપ 
 
લગાવ્યો હતો કે કરિશ્માને કારણે જ તેમનુ ઘર તૂટ્યુ છે.  ઉલ્લેખનીય છે કે કરિશ્માના તાજેતરમાં જ સંજય કપૂર સાથે છુટાછેડા થઈ ગયા છે અને હાલ તેઓ સંદીપ 
 
તોષવાની સાથે રિલેશનશિપમાં છે.  તોષવાની પણ પરણેલા છે અને જેમણે તાજેતરમાં જ પોતાની પત્નીથી છુટાછેડા લીધા છે.  તેમની પત્નીએ બાળકોની કસ્ટડી 
 
લેતા પોતાની અરજીમાં લખ્યુ છે કે સંદીપ ઘરે જ બાળકોને મળવા આવશે. બહાર કરિશ્મા સામે સંદીપ બાળકોને નહી મળે. 
 
- વર્ષ 2014માં કરિશ્માએ છુટાછેડાની પિટીશન નોંધાવી હતી સુપ્રીમ કોર્ટમાં થયેલ ચર્ચા પછી બંને પરસ્પર સહમતિથી જુદા થઈ ગયા. છુટાછેડા પછી સંજયે બાળકોના નામે 10 કરોડ રૂપિયાનુ ટ્રસ્ટ કર્યુ છે અને સાથે જ એક બંગલો પણ. 
 
- ફિલ્મ દિલ તો પાગલ હે માં કરિશ્મા કપૂરે નિશાનુ પાત્ર ભજવ્યુ હતુ. આ રોલ કરિશ્મા પહેલા રવિના ટંડન, જૂહી ચાવલા, મનીષા કોઈરાલા અને કાજોલને ઓફર કરવામાં આવ્યુ હતુ જેમણે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ રોલ કરિશ્માને મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. 
 
- કરીશ્માએ પોતાના ફિલ્મ કેરિયરમાં 'રાજા હિન્દુસ્તાની, હીરો નંબર 1, અને 'દિલ તો પાગલ હૈ, જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. તેની એક છ વર્ષની દીકરી છે જેનુ નામ સમેરા છે. 
 
-સામાન્ય રીતે આપણે એવુ માનીએ છીએ કે દરેક છોકરીને રસોઈ બનાવતા આવડતી જ હોય છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે એક જમાનાની જાણીતી અભિનેત્રી અને કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરને રસોઈ બનાવતા નથી આવડતી. 
 
- તેને અવનવા સ્વાદિષ્ટ વ્યંજનો ખાવા ગમે છે. તે રસપૂર્વક દરેક વાનગીનો સ્વાદ માણે છે, પરંતુ બનાવવા બાબતે જીરો છે. તે સ્પષ્ટ કહે છે એક મને તો કશુ જ બનાવતા જ નથી આવડતુ. હું તો બસ ખાવુ જાણુ છુ. મને માત્ર ચા, કોફી અને આમલેટ બનાવતા જ આવડે છે. 
 
- તે ખાવા બાબતે કોઈ પરેજ નથી કરતી. 35 વર્ષની આ હીરોઈનનુ કહેવુ છે કે હુ ડાયેટિંગ કરવાના પક્ષમાં બિલકુલ નથી