મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (18:52 IST)

સુરત: બારડોલીમાં ભાટિયા ટોલટેક્સ સંઘર્ષ સમિતિની મળી મીટીંગ, ટોલમુક્તિ માટે ચાલી રહ્યું છે આંદોલન

બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ભાટિયા ખાતે બારડોલી અને સુરત પાર્સિંગની ગાડીના ટોલટેક્સના પૈસા નાબૂદ કરવા બાબતે ભાટિયા ટોલટેક્સ સંઘર્ષ સમિતિ દ્વારા એક બિન રાજકીય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આજરોજ બાબુભાઇ વનમાળીભાઈની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ભૂમિ  બારડોલીથી એક નવી ચળવળ શરૂ થાય તેવા હેતુથી આજરોજ ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા બારડોલી અને સુરત પાર્સિંગની ગાડી પાસે ટોલટેક્સ ઉઘરાવવામાં ન આવે અને તેમના માટે અવર જવર માટે ખાસ બે લાઈન વિના મૂલ્યે રાખવામાં આવે તે બાબતની લડત અંગે એક બિન રાજકીય મિટિંગ યોજાઈ હતી.
 
ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા રાખવામાં આવેલી બેઠકમાં સમગ્ર જિલ્લાના રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને એક બીજાને માર્ગદર્શન પૂરું પાડી કઈ રીતે બારડોલી અને સુરત પાર્સિંગની ગાડીનો ટોલ નાબૂદ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
 
કામરેજ ટોલટેક્ષ પર ઉગ્ર લડત બાદ જે નિર્ણય મળ્યો હતો તેવી જ આશા સાથે ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ લોકોના હિત માટે લડત આપવાની રણનીતિ ઘડી રહી છે.