સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (14:42 IST)

સુરતમાં બાળકીને ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવ્યા બાદ શંકાસ્પદ મોત

લિંબાયતમાં 4 મહિનાની બાળકીને ગત રોજ બપોરે ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવી હતી. દરમિયાન રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. દરમિયાન સવારે ન ઉઠતા માતા-પિતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારની એકની એક દીકરીના શંકાસ્પદ મોતથી શોકનો માહોલ છવાયો છે. અજાણ્યા વ્યક્તિ પાસેથી 120 રૂપિયામાં ડેન્ગ્યુ-મેલેરિયાની દવા લીધી હતી. જોકે, સિવિલના ડોક્ટરો મૃતક બાળકીના માતા-પિતાના નિવેદન બાદ આશ્ચર્યમાં પડી ગયા હતા અને જણાવ્યું હતું કે, આવી કોઈ પણ રસી કે ટીપા પીવડાવવાના સરકારી કર્મચારીઓ પૈસા લેતા નથી. લીંબાયત સંજય નગરમાં પાસે રત્નપ્રભા સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્ર અને મિલેનિયમ માર્કેટમાં સેલ્સમેન મુકેશ પાટીલ પત્ની અને 4 મહિનાની દીકરી કિશોરી સાથે રહે છે. ગત રોજ બાળકીને બપોરે ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવ્યા બાદ રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતા. જોકે, સવારે બાળકી ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માતાએ જણાવ્યું હતું કે, ગત રોજ બપોરે સોસાયટીમાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ડેન્ગ્યુ-મેલેરિયાની પ્રવાહી દવા 120 આપીને લીધી હતી અને બાળકીને પીવડાવી હતી. બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચેલા માતા-પિતાના નિવેદન બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આવી કોઈ પણ રસી કે ટીપા પીવડાવવાના સરકારી કર્મચારીઓ પૈસા લેતા નથી. બાળકીના શંકાસ્પદ મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં બાળકીના મૃતદેહ મૂકાવી પોલીસને જાણ કરાઈ છે. બાળકીના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.