કુલ્ફી વિથ કેસર પિસ્તા

P.R
સામગ્રી - 1 લીટર દૂધ, 4 બ્રેડ સ્લાઇસ. 1 ટેબલ સ્પૂન પિસ્તા, 100 ગ્રામ ખાંડ, 4થી 5 નાની ઇલાયચી.

બનાવવાની રીત - દૂધને એક વાસણમાં નાંખીને ગરમ કરો. ઉભરો આવ્યા બાદ એક કપ દૂધ અલગ કાઢી લો, બચેલું દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. થોડી થોડી વારે દૂધને ચમચાથી હલાવતા રહો જેથી દૂધ વાસણમાં નીચે ચોંટી ન જાય. દૂઘ ઘટ્ટ થઇ જાય એટલે તેને ઉતારીને ઠંડુ કરી લો.

બ્રેડ સ્લાઇસની ચારે તરફથી કિનારી કાપી લો. વધેલા એક કપ દૂધમાં કેસર નાંખી હલાવો.

હવે ઘટ્ટ થયેલા દૂધમાં બ્રેડ તોડીને નાંખો અને ખાંડ સારી રીતે મિક્સ થાય ત્યાંસુધી મિક્સ કરો. કેસરવાળું દૂધ, ઇલાયચી પાવડર અને પિસ્તા મિક્સ કરી ચમચાથી સારી રીતે મિક્સ કરો.

કેસર પિસ્તા કુલ્ફી જમાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. તેને આઇસક્રીમ મોલ્ડ કે ઇચ્છો તે વાસણમાં જમાવી લો. આ કુલ્ફી તમે નાના માટલા કે નાની વાટકીઓમાં પણ જમાવી શકો છો. આ કુલ્ફી લગભગ 4-8 કલાકમાં જામી જશે.

વેબ દુનિયા|
જામ્યા બાદ કેસર પિસ્તા કુલ્ફીને કાપીને તેની ઉપર પિસ્તાથી ગાર્નિશ કરો.


આ પણ વાંચો :