ગરમીમાં ઠંડક પહોંચાડતુ ગુલાબનું શરબત

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 50 ગ્રામ ગુલાબની સૂકાયેલી પાંદડીઓ, 1 કિલો ખાંડ, 2 ચમચી સાઇટ્રિક એસિડ, 50 ગ્રામ ચંદનનો પાવડર, થોડાં ટીપાં ગુલાબી રંગ, રોઝ એસેન્સ અને 1 લીટર પાણી.

બનાવવાની રીત - ખાંડમાં પાણી નાંખી તેમાં સાફ કરેલી ગુલાબની પાંદડીઓ નાંખો અને હવે મા મિશ્રણને ઉકાળવા મૂકો. ચંદનના પાવડરની એક ઝીણા કપડામાં પોટલી બનાવી દો અને ખાંડ પાણીમાં નાંખી દો. ત્યાંસુધી મિશ્રણને ઉકાળો જ્યાંસુધી ગુલાબની પાંદડીઓ સફેદ રંગની ન થઇ જાય અને ખાંડની લગભગ 2 તારની ચાશણી બનાવો.

હવે મિશ્રણને ઠંડુ પાડો. ચંદનની પોટલી કાઢી મિશ્રણને ગળી લો. તેમાં સાઇટ્રિક એસિડ, ગુલાબી રંગ અને રોઝ એસેન્સ સારી રીતે મિક્સ કરી બોટલમાં ભરી લો.
શરીરને ઠંડક આપનારું આ સ્વાદિષ્ટ હોમમેડ ગુલાબ-ચંદનનું તૈયાર છે. હવે તેને ઠંડા દૂધમાં નાંખીને મિલ્કશેક તરીકે પી શકો છો કે પછી પાણીમાં મિક્સ કરીને શરબતના રૂપમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો :