ચોકલેટી મોબાઈલ ઘૂઘરા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ, મેંદો, 1 ટી સ્પૂન ઘી, 1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર, ચપટીભરીને મીઠુ અને કોકો પાવડર, તળવા માટે ઘી અને દૂધ.

ભરવા માટે સામગ્રી - 100-100 ગ્રામ માવો અને દળેલી ખાંડ, કાજૂ-બદામ કતરેલા, કિશમિશ, ઈલાયચી પાવડર, 1 ચોકલેટ છીણેલી અને ચોકલેટ સોસ.

બનાવવાની રીત - ઘૂઘરાની બધી સામગ્રી મિક્સ કરો અને ઘી અને દૂધને છોડીને અને દૂધ નાખીને કઠણ લોટ બાંધી લો. ચોકલેટ સોસને છોડી બાકીની બધી સામગ્રી મિક્સ કરો. મેદાની નાની-નાની પૂરી વણો અને વચ્ચે ચોકલેટ મિક્સ મુકીને ચારે બાજુથી ચોખ્ખા પાણીની મદદથી બંધ કરી લો. ઘી ગ્રમ કરો અને બધા ઘૂઘરાઓને ધીમા તાપ પર સોનેરી તળી લો. થોડુ ઠંડુ થતા કોનમાં ચોકલેટ સોસ ભરો અને મોબાઈલ જેવા નંબર અને ડિઝાઈન બનાવી લો. 'ચોકલેટી મોબાઈલ ઘૂઘરા'જોવામાં સુંદર અને ખાવામાં નવો સ્વાદ આપશે.


આ પણ વાંચો :