ફ્રેશ સ્ટ્રોબેરી જૉય

વેબ દુનિયા|

N.D
સામગ્રી - તાજી સ્ટ્રોબેરી 15-16. ચોખા 4 ચમચી, દૂધ 5 કપ, ખાંડ 3/4 કપ, ઈલાયચી 1/2 ચમચી, પિસ્તા 10-12, બદામ 8-10.

બનાવવાની રીત - સૌ પહેલા 1/2 કલાક ચોખાને પલાળીને સુકાવી તેનુ પેસ્ટ બનાવી લો. તેમા 1/2 કપ પાણી નાખીને પાતળુ કરી લો. દૂધને ઉકાળી તેમા ચોખાનુ પેસ્ટ નાખીને હલાવો. તાપ ધીમો કરો અને પાંચેક મિનિટ થવા દો. ખાંડ, ઈલાયચી પાવડર નાખો અને પછી ખાંડ ઓગળતા સુધી ઉકળવા દો. હવે તાપ પરથી નીચે ઉતારી લો. આ મિશ્રણને ઠંડુ થવા દો, ઠંડુ થયા પછી તેમા કાપેલી સ્ટ્રોબેરી નાખી હલાવો. તેમા બદામ, પિસ્તા નાખી થોડીવાર ફ્રિજમાં મુકી દો, પછી ઠંડી ઠંડી સર્વ કરો.


આ પણ વાંચો :