બાળકો માટે નાસ્તો - બનાના બ્રેડ

P.R

સામગ્રી - 200 ગ્રામ મેંદો, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1 ચટપી મીઠું, વધારે પાકેલા બે કેળાં, 60 ગ્રામ માખણ, 125 ગ્રામ ખાંડ.

બનાવવાની રીત - સૌથી પહેલા મેંદામાં બેકિંગ પાવડર અને મીઠું નાંખીને ચાળી લો.

હવે કોઇ મોટા વાસણમાં પાકેલા કેળા છોલીને નાંખો અને સારી રીતે મેશ કરો. મેશ્ડ બનાનામાં માખણ અને ખાંડ નાંખી હલાવો. વધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે બેકિંગ પાવડરવાળા મેંદાને બનાનાના મિશ્રણમાં મિક્સ કરો. જો આ મિશ્રણ ડ્રાય લાગે તો તેમાં 2-3 ચમચી દૂધ નાંખી શકો છો.

બેકિંગ માટે વાસણમાં માખણ લગાવી તેને ગ્રીસ કરી લો. આ ચીકણા વાસણ પર થોડો સૂકો લોટ ભભરાવો અને વાસણ હલાવી મેંદાનું કોટિંગ કરો. વધારાનો મેંદાનો લોટ વાસણમાંથી બહાર કાઢી લો.

હવે ગ્રીસ કરેલી ટ્રેમાં બનાના મિશ્રણ નાંખો અને એકસરખી રીતે ફેલાવો.

ઓવનને 180 સેન્ટીગ્રેડ પર પહેલેથી ગરમ કરો, વાસણને ઓવનમાં રાખીને 180 સેન્ટીગ્રેડ પર 30 મિનિટ માટે બેક કરો. સમય સમાપ્ત થયા બાદ બ્રેડ ચેક કરો. હવે ઓવનને 10 મિનિટ માટે સેટ કરી બ્રેડને ફરીથી બેક થવા દો. જો બ્રેડ ઉપરથી બ્રાઉન ન થઇ હોય તો બ્રેડને 5-10 મિનિટ માટે આ જ તાપમાન પર બેક કરો.

તમારી તૈયાર થઇ ચૂકી છે. બનાના બ્રેડના વાસણને ઓવનમાંથી કાઢી બ્રેડને ઠંડી કરો અને બ્રેડ વાસણમાંથી કાઢી 1 સેન્ટીમીટર પાતળી સ્લાઇસ કાપી લો.

તમારા બાળકોને ફ્રેશ બનાના બ્રેડ સવારના નાસ્તામાં કે દિવસ દરમિયાન ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આપી શકો છો. ફ્રીઝમાં રાખીને આ બ્રેડને ત્રણેક દિવસ સુધી ખાઇ શકો છો.

વેબ દુનિયા|
નોંધ - બ્રેડનું મિશ્રણ બનાવ્યા બાદ તેને તુરંત બેક કરવા મૂકો. તૈયાર મિશ્રણને વધુ સમય સુધી મૂકી રાખ્યા બાદ બેક કરશો તો બ્રેડ સ્પંજી નહીં બને. અને બીજું એ કે બેકિંગ પાવડર ઓછો કે વધુ હશે તો પણ બ્રેડ સ્પંજી નહીં બને


આ પણ વાંચો :