મોતીચૂર મોદક

વેબ દુનિયા|

P.R
સામગ્રી : અઢી કપ ચણાનો લોટ, ૧/૩ કપ જેટલી ખાંડ. ૧/૪ કપ જેટલું દૂધ. ઓરેંજ કલર, ઘી
૧ ચમચી ઇલાયચીનો પાઉડર, ૧૦ બદામની કતરી, ૧૦ પિસ્તા કતરી,

ત્રણ કપ પાણીમાં ખાંડની ચાસણી તૈયાર કરો.

* તેમાં દૂધ નાંખો અને ઊભરો આવ્યા બાદ મલાઇ કાઢી લો. તરત જ જરૂરિયાત અનુસાર ફૂડ કલર ઉમેરો અને મિશ્રણને ઠરવા દો.

* ચણાના લોટમાં ત્રણ કપ પાણી નાંખી બેસન તૈયાર કરો.
* ઘી ગરમ કરી જાળીવાળા ચમચા પર બેસન ઘસતા જાઓ, એટલે ઘીમાં બૂંદી પડશે, તેને બેથી ત્રણ મિનિટ તળીને કાઢી લો.

* બૂંદીને ચાસણીમાં નાંખો. બૂંદીવાળી ચાસણીમાં ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર હલાવી લો.

* બૂંદીને મોદક શેપમાં બનાવી લો અને તેને બદામ અને પિસ્તાની કતરીથી ગાર્નિશ કરો.


આ પણ વાંચો :