દૂધિયા ઘેવર
N.D
બનાવવાની રીત - મેંદામાં 2 ટી સ્પૂન ઘી નાખીને દૂધથી પાતળુ ખીરુ બનાવી તૈયાર કરી લો. એક ચપટી કડાહીમાં ઘી ગરમ કરો. તેમ સ્ટીલની રિંગ મૂકો અને 1 ચમચી ખીરુ ધીરે-ધીરે નાખતા જાવ. ખીરુ રિંગની આજુબાજુ ચોંટતુ જશે. 1/2 ઈંચ જાડુ થયા પછી ખીરુ નાખવુ બંધ કરી દો. ગુલાબી થતા સુધી સેકો. કાઢીને ચાયણી પર મુકો. ખાંડની 1 તારની ચાસણી તૈયાર કરો અને ચમચીથી ઘેવરની ઉપર ફેલાવો અને ચાંદીની વરક, કેસર, ડ્રાયફ્રૂટ્સથી સજાવીને સર્વ કરો.
નોંધ - દૂધિયા ઘેવરને રબડીની સાથે પણ સર્વ કરી શકાય છે.