1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પાઈનેપલ બરફી

વાનગી
N.D
સામગ્રી - 2 કપ સમારેલુ અનાનસ, 1 ટી સ્પૂન ખાંડ, 1 કપ માવો, 3/4 કપ ખાંડ, ઈલાયચી, કેસર, થોડાક ટીપા પીળો અથવા અન્ય કલર.

બનાવવાની રીત - સમારેલા અનાનસને કે બાઉલમાં ભરી લો અને ઉપરથી દળેલી ખાંડ ભભરાવી મૂકી દો. હવે કુકરના તળિયામા 200 મિ.મી. પાણી મૂકી અનાનસનુ બાઉલ મૂકી દો. 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો. ઠંડુ કરી મિક્સરમાં ક્રશ કરીને સૂપની ગળણી વડે ગાળી લો, પલ્પ તૈયાર છે.

આ વાનગીને નોનસ્ટિક કઢાઈમાં જ બનાવો. કઢાઈમાં અનાનસનુ પલ્પ અને ખાંડ નાખી તેને હલાવતા રહો. ધીમા તાપે મૂકી ઘટ્ટ કરી લો. બીજી કઢાહીમાં માવાને ઘી છૂટૂ પડતા સુધી સેકી લો. હવે અનાનસ મિક્સમાં માવો નાખી તે સારી રીતે મિક્સ થતા સુધી સેકો.

આ તૈયાર મિશ્રણને ટ્રેમાં ફેલાવો. કતરેલા સુકામેવા ભભરાવી દો. જુદા-જુદા કલરના થોડાક ટીપાં છાંટી કલરફૂલ અનાનસ બરફી તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો.