શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

રસગુલ્લા શ્રીખંડ મૂસ

N.D
સામગ્રી - 8-10 રસ ગુલ્લા(નાના), 250 ગ્રામ શ્રીખંડ, 100 ગ્રામ બટર બિસ્કીટ, 2 ટેબલ સ્પૂન ઓગાળેલુ માખણ, સજાવવા માટે ફળોની નાની-નાની ફાંક, કતરેલા પિસ્તા, ચેરી.

બનાવવાની રીત - સૌ પ્રથમ રસગુલ્લાને પાણીથી સારા ધોઈ લો, જેથી ચાસણી નીકળી જાય, પછી તેને થોડા દબાવીને નીચોડો. હવે બટર બિસ્કિટને વેલણથી ક્રશ કરો. તેમા ઓગળેલુ માખણ નાખીને સારી રીતે મિક્સ કરો. એક કાંચની ડિશમાં બિસ્કિટ મિશ્રણ નાખીને હાથ વડે દબાવો. હવે શ્રીખંડમાં રસગુલ્લા મિક્સ કરીને તેને બિસ્કિટ લેપર પર નાખો. ફળની ફાંકો, પિસ્તાની કતરન અને ચેરીથી સજાવો. ફ્રિજમાં ખૂબ ઠંડુ કરો. સ્વાદિષ્ટ રસગુલ્લા શ્રીખંડ મૂસ તૈયાર છે. આને ઠંડુ ઠંડુ સર્વ કરો.