- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
શાહી લસ્સી
સામગ્રી - 250 ગ્રામ દહી, 100 ગ્રામ ખાંડ, 100 ગ્રામ રબડી, 1 મોટી ચમચી પિસ્તા કતરન, 1 મોટી ચમચી બદામ કતરન, થોડા કેસરના દોરા, 1 મોટી ચમચી ગુલાબજળ, બરફ જરૂર મુજબ. સજાવવા માટે ચાંદીની વરખ. બનાવવાની રીત - સૌ પ્રથમ બ્લેંડરમાં દહીં, ખાંડ અને રબડી નાખીને હલાવો. હવે તેમા જરૂર મુજબ બરફ નાખીને ફરીથી ચલાવો. આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો. હવે એમા પિસ્તા, બદામ નાખીને સારી રીતે મિક્સ કરો. તૈયાર લસ્સીને ચાંદીના ગ્લાસમાં ભરો. ગુલાબજળમાં કેસર ભેળવીને ઘૂંટી લો. આ મિશ્રણને લસ્સીના દરેક ગ્લાસમાં ઉપરથી થોડુ-થોડુ નાખો. શાહી લસ્સી તૈયાર છે. આને ચાંદીના વરખથી સજાવીને સર્વ કરો.