શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 7 જુલાઈ 2018 (17:26 IST)

રાઈના ટોટકામાં હોય છે આ જાદુઈ શક્તિ, જલ્દી દેખાય છે તેની અસર

જમવાનુ બનાવવા માટે રાઈન ઉપયોગ તમે ખૂબ કરતા હશો પણ શુ તમે જાણો છો કે તંત્રમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે.  રાઈનો ઉપયોગ ટોટકાના રૂપમાં કરીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.  આવો જાણીએ રાઈથી થનારા ચમત્કારી ટોટકા જે તમારા જીવનની દિશા બદલી નાખશે. 
 
જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો એ માટે તમે રાઈનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો. આ માટે તમે 7 દાણા રાઈ લો. સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા. હવે તમે આ ત્રણેય વસ્તુઓથી પીડિટના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને સળગતી આગમાં નાખી દો. આગ માટે દેશી કેરીની લાકડીનો ઉપયોગ કરો. બસ આ ઉપાય કરતા તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ બધા કામ તમારે ડાબા હાથથી કરવાના છે અને કોઈપણ આ દરમિયાન નજર ઉતારનાર વ્યક્તિને ટોકે નહી.