ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (00:33 IST)

Chanakya Niti: આ વાતોને તમારા મેરિડ લાઈફમાં ન આપશો સ્થાન, નહી તો પતિ-પત્નીન આ સંબંધોમાં આવશે ખટાશ

આચાર્ય ચાણક્ય (Chanakya Niti)ને એક સારી લાઈફ કોચના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કૌટિલ્યના નામથી ઓળખાનારા આચાર્ય ચાણક્ય દુનિયાભરમાં પોતાની નીતિઓને લઈને જાણીતા છે. એવુ કહેવાય છે કે મહાન રણનીતિકાર તરીકે જાણીતા ચાણક્યની નીતિઓના બળ પર નંદ વંશનો નાશ થયો હતો અને તેમની જ નીતિઓની મદદથી સાધારણથી બાળક ચંદ્રગુપ્ત મોર્ય (Chandragupta Maurya)મગધના સમ્રાટ બની શક્યા. ચાણક્યને ફક્ત રાજનીતિ જ નહી સમાજના પણ દરેક વિષયનુ ઊંડુ જ્ઞાન અને પરખ હતી. આચાર્ય ચાણક્યએ એક નીતિ શાસ્ત્રની રચના પણ કરી છે. જેમા તેમણે સમાજ(Society)ના લગભગ દરેક વિષયો સાથે સંબંધિત જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો છે. 
 
આચાર્ય ચાણક્યના પુસ્તક નીતિ શાસ્ત્રમાં વિવાહિત જીવન માટે ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આજના સમયમાં પણ પ્રાસંગિક છે. આવો જાણીએ ચાણક્ય અનુસાર તમારે વિવાહિત જીવન કેવી રીતે પસાર કરવું જોઈએ. 
 
 
દગો - ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે દગો એ ઝેર સમાન છે. માત્ર પતિ-પત્ની જ નહીં, કોઈપણ સંબંધમાં દગો ન થવો જોઈએ. જો પતિ-પત્નીનો સંબંધ મજબૂત બનાવવો હોય તો જીવનમાં ક્યારેય એવું કામ ન કરો, જે દગા જેવું હોય
 
ખોટુ બોલવુ - ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીના સંબંધોમાં અસત્યને કોઈ અવકાશ નથી. એક વાર સંબંધોમાં જુઠ્ઠાણાનું સત્ય બહાર આવી જાય છે, પછી સંબંધ નબળા પડવા લાગે છે અને તેથી ખોટુ બોલવુ જેવી વાતોથી અંતર રાખવું વધુ સારું છે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ.
 
સૌથી મહત્વનુ - ઘણીવાર સંબંધમાં રહેલા લોકો પોતાને એકબીજાથી ઉપર માનવા લાગે છે. ચાણક્ય નીતિ અનુસાર વિવાહિત જીવનમાં આ વર્તન એક મોટી ભૂલ સમાન છે. પતિ-પત્નીએ હંમેશા એકબીજાને સમાન માનવા જોઈએ અને આમ કરવાથી સંબંધમાં મધુરતા જળવાઈ રહે છે.
 
ગુસ્સો - આચાર્ય ચાણક્યના મતે ગુસ્સો કોઈપણ સંબંધને એટલો નબળો બનાવી શકે છે કે તેના ટકી રહેવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. વિવાહિત જીવનમાં પતિ કે પત્નીએ હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. હકીકતમાં, ગુસ્સામાં કરવામાં આવેલ દુર્વ્યવહાર વસ્તુઓને સામાન્ય થવા દેતો નથી. તેથી, ગુસ્સે થવાને બદલે, કોઈપણ પરિસ્થિતિમાં સમજી વિચારીને વર્તન કરતા શીખો.